બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / tata tiago ev cheapest electric car surpasses 10000 booking in one day

શાનદાર / Swift ની કિંમતમાં મળતી ઈલેક્ટ્રિક કારની જોરદાર બોલબાલા, પહેલા જ દિવસે 10,000 બુકિંગ, TATAમાં ખુશીની લહેર

Premal

Last Updated: 11:51 AM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાટા ટિયાગો ઈવીને ગ્રાહકોની શાનદાર પ્રતિક્રિયા મળી છે. જેને 1 દિવસમાં 10 હજાર બુકિંગ મળી ગયુ. ટાટા મોટર્સે સોમવારે ટાટા ટિયાગો ઈવીનુ બુકિંગ શરૂ કર્યુ હતુ.

  • ટાટા ટિયાગો ઈવીને ગ્રાહકોની શાનદાર પ્રતિક્રિયા મળી
  • કારને 1 દિવસમાં 10 હજાર બુકિંગ મળી ગયુ
  • ટાટા ટિયાગો ઈવીની કિંમત 8.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે

બુકિંગના થોડા સમયમાં કંપનીની વેબસાઈટ ડાઉન થઇ ગઇ

બુકિંગ શરૂ થતા જ મોટી સંખ્યામાં લોકો વેબસાઈટ પર આવવા લાગ્યા. જેનાથી કંપનીની વેબસાઈટ ડાઉન થઇ ગઇ. જો કે, થોડા સમય બાદ તેને ઠીક કરી દેવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે ટાટા ટિયાગો ઈવીની કિંમત 8.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 11.79 લાખ રૂપિયા સુધી જાય છે. ખાસ વાત એ છે કે આ પ્રારંભિક કિંમત પ્રારંભના 10 હજાર ગ્રાહકો માટે હતી. હવે કંપનીએ તેને આગામી 10 હજાર ગ્રાહકો માટે પણ વધારી છે. 

ગ્રાહક માત્ર 21,000 રૂપિયામાં કારને બુક કરાવી શકશે

ઈન્ટ્રોડક્ટરી ઑફરને એક્સટેન્ડ કરતા ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડ અને ટાટા પેસેન્જર ઈલેક્ટ્રીક મોબિલિટી લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શૈલેશ ચંદ્રાએ કહ્યું, અમે ટાયગો ઈવીની આકરી પ્રતિક્રિયાથી ખુશ છીએ. અમે ઈન્ટ્રોડક્ટરી પ્રાઈસને મોટાભાગના 10 હજાર ગ્રાહકો માટે એક્સટેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રાહક 21,000 રૂપિયામાં આ કારને ડીલરશિપ અને ઑનલાઈન બુક કરી શકે છે. 

315KMની રેન્જ 

કારમાં 24kWh બેટરી પેક આપવામાં આવ્યું છે, જે ફૂલ ચાર્જમાં 315KMની રેન્જ ઑફર કરે છે. આ ઉપરાંત એક 19.2kWh બેટરી પેક પણ છે, જે 250 કિમીની અંદાજીત રેન્જ આપે છે. કંપનીનો દાવો છે કે આ કાર 5.7 સેકન્ડ્સમાં 0 થી 60kmphની ઝડપ પકડે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Electric car Tata Tiago EV tata tiago ઈલેક્ટ્રીક કાર Tata Tiago EV
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ