તહેવારની સીઝનમાં ઓટો કંપનીઓએ અલગ અલગ પ્રકારની અનેક ઓફરની જાહેરાત કરી છે. ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ખાસ ઓફર્સ લાવ્યું છે. ટાટા મોટર્સે તો ફક્ત 799 રૂપિયાના હપ્તામાં કાર ખરીદવાની ઓફર આપી છે. આ માટે ટાટા મોટર્સ અને એચડીએફસી બેંક સાથે કરાર થયા છે.
તહેવારોમાં આ કંપનીઓ લાવી ખાસ ઓફર્સ
ટાટા મોટર્સ અને મહિન્દ્રા અને મહિન્દ્રા લાવ્યું ખાસ ઓફર્સ
ટાટા મોટર્સે 799 રૂપિયાના હપ્તામાં આપી ખાસ ઓફર
આ 2 યોજના લાવી છે કંપની
કંપનીએ પોતાની 2 યોજના રજૂ કરી છે. ટાટા મોટર્સે કહ્યું કે 2 નવી યોજનાઓ ગ્રેજ્યુઅલ સ્ટેપ અપ સ્કીમ અને ટીએમએસ ફ્લેક્સી ડ્રાઈવ સ્કીમ રજૂ કરાઈ છે. આ બંને યોજનાઓ નવેમ્બર 2020 સુધી લાગૂ રહેશે.
મહિને ફક્ત 799 રૂપિયાના હપ્તો
આ લાભ ભારત સ્ટેડ 6ની દરેક કાર, સ્પોર્ટ્સ યૂટિલિટી વ્હીકલ અને ઈલેક્ટ્રિક વાહનો પર મળશે. કંપનીએ કહ્યું કે ગ્રેજ્યુઅલ સ્ટેપ અપ સ્કીમના આધારે ઉપભોક્તા પ્રતિ લાખ પર માસિક 799 રૂપિયાના હપ્તાની સ્કીમનો લાભ લઈ શકે છે.
મોડલ અને એડિશન પર છે આધાર
માસિક હપ્તા વાહનના મોડલ અને એડિએશન પર આધાર રાખે છે. માસિક હપ્તા ખરીદીની સુવિધાના આધારે 2 વર્ષમાં વધતા જશે.
ટીએમએસ ફ્લેક્સી ડ્રાઈવ સ્કીમ
આ સ્કીમના ગ્રાહકો દરેક વર્ષે કોઈ પણ 3 મહિનાની પસંદગી કરી શકશે. આ મહિનામાં તેઓ ન્યૂનતમ હપ્તાની ભરપાઈ કરશે.
100 ટકાની લોન
કંપનીએ કહ્યું કે આ યોજનાના ગ્રાહકોને વાહનના હપ્તા ભરવામાં સરળતા મળશે. ટાટા મોટર્સે કહ્યું છે કે તે આ બંને યોજનાઓના આધારે પોતાના દરેક યાત્રી વાહનો પર એક્સ શોરૂમની કિંમતના 100 ટકા લોન કરાવી આપશે.
BOB અને મહિન્દ્રાએ પણ કર્યા છે કરાર
આ સમયે બેંક ઓફ બડોદાએ કહ્યું કે ટ્રેક્ટરને ઉધારે આપવા માટે તેઓએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે કરાર કર્યા છે. બેંકે પોતાના 5000થી વધારે ગ્રામીણ અને અર્ધશહેરી શાખા નેટવર્કની મદદથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ગ્રાહકોને ટ્રેક્ટર લોનની સુવિધા આપવાની જાહેરાત કરી છે.