બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ટાટા ગ્રૂપનો સ્ટોક 2-3 દિવસમાં કરશે મોટી કમાણી, બ્રોકરેજએ બનાવ્યો ટેક્નિકલ પિક

શેર બજાર / ટાટા ગ્રૂપનો સ્ટોક 2-3 દિવસમાં કરશે મોટી કમાણી, બ્રોકરેજએ બનાવ્યો ટેક્નિકલ પિક

Last Updated: 04:47 PM, 18 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરબજારમાં તેજી સાથે ટ્રેડિંગ શરૂ થયું હતું. બજાર નવા રેકોર્ડ પર પહોંચી ગયું છે.

Tata Group Stock to Buy: મોતીલાલ ઓસ્વાલે ટાટા ગ્રૂપના અગ્રણી સ્ટોક ટાઇટન કંપનીને ટૂંકા ગાળાની ટેક્નિકલ પિક બનાવી છે. બ્રોકરેજે 2-3 દિવસ માટે ટાઇટનમાં ખરીદી કરવાની સલાહ આપી છે.

મંગળવારના શેરબજારમાં તેજી સાથે ટ્રેડિંગ શરૂ થયું હતું. બજાર નવા રેકોર્ડ પર પહોંચી ગયું છે. બજારમાં ચાલી રહેલી વધઘટ વચ્ચે બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે ટાટા ગ્રૂપની અગ્રણી સ્ટોક ટાઇટન કંપનીને ટૂંકા ગાળાની ટેક્નિકલ પિક બનાવી છે. બ્રોકરેજે 2-3 દિવસ માટે ટાઇટનમાં ખરીદી કરવાની સલાહ આપી છે.

સ્થાનિક શેરબજારમાં મંગળવારે મજબૂત શરૂઆત થઈ છે. સેન્સેક્સ-નિફ્ટીની સાથે નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. સેન્સેક્સ 243 પોઈન્ટના ઉછાળા સાથે 77,235 પર ખુલ્યો હતો અને ખુલ્યા બાદ 77,326ની નવી વિક્રમી ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી 105 પોઈન્ટ વધીને 23,570 પર ખુલ્યો હતો અને 23,573ની ટોચે પહોંચ્યો હતો. ડિફેંસ શેરોમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો હતો.

Website_Ad_1200_1200_color_option.width-800

ટાટાના શેર ઉછળી શકે

બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે ટાઇટનને 2-3 દિવસ માટે ટેક્નિકલ પિક બનાવ્યું છે. તેના માટે લક્ષ્યાંક રૂપિયા 3700 રાખવામાં આવ્યો છે. 14 જૂન 2024ના શેરની કિંમત 3530 રૂપિયા હતી. આ રીતે સ્ટોક વર્તમાન ભાવથી 5-6 ટકા વધી શકે છે.

વધુ વાંચોઃ શેર બજાર ખુલતાની સાથે જ ફૂલ તેજીમાં: સેન્સેક્સ-નિફ્ટીએ માર્યો જોરદાર કૂદકો, નિફ્ટી પ્રથમ વાર 23,500ને પાર

ટાઇટન: શેર 1 સપ્તાહમાં 5% ઉછળ્યો

મંગળવારે ટાઇટનમાં ઝડપી ગતિએ ટ્રેડિંગ શરૂ થયું હતું. છેલ્લા એક વર્ષમાં શેરે સારું વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં શેરમાં 22 ટકાથી વધુનો વધારો થયો છે. 1 સપ્તાહમાં સ્ટોક 5 ટકા વધ્યો છે. BSE પર સ્ટોકનો 52 સપ્તાહનો ઊંચો 3,885 અને નીચો 2,882.60 છે. કંપનીનું માર્કેટ કેપ 3.19 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.

(નોધ: બ્રોકરેજ દ્વારા શેર ખરીદવાની સલાહ આપવામાં આવી છે. આ અમારા મંતવ્યો નથી. રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ લો.)

સંકળાયેલા મુદ્દાઓ

SHARE BAZAAR Titan Share TATA GROUP SHARE
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ