બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / સફળ બિઝનેસમેનને પ્રેમમાં મળી હતી નિષ્ફળતા, વાંચો રતન ટાટાના જીવનના રોચક કિસ્સા
Last Updated: 12:10 AM, 10 October 2024
Ratan Tata Success Story: દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટા આજે પણ કરોડો લોકો માટે પ્રેરણારૂપ છે. તેમની સફળતાની વાતો આજે પણ ચર્ચાના કેન્દ્રમાં છે એટલું જ નહીં, લોકો તેમના અંગત જીવન પર પણ ખાસ ધ્યાન આપે છે. તેમને કહેલી વાતો તેમજ ક્વોટ તેમજ તેમના જીવનના અનેક કિસ્સાઓ વિશે પણ જાણવામાં લોકોને રૂચી હોય છે.
ADVERTISEMENT
રતન ટાટા ઉદ્યોગપતિ બનવા માંગતા ન હતા
ADVERTISEMENT
તમને જાણીને કદાચ આશ્ચર્ય થઈ શકે છે કે, ઉદ્યોગપતિ પરિવારમાં જન્મ્યા હોવા છતાં રતન ટાટાનો પહેલો પ્રેમ બિઝનેસ નહોતો. તેઓ ઉદ્યોગપતિ નહીં પણ આર્કિટેક્ટ બનવા માંગતા હતા. હા તમે જે વાંચ્યું છે એ બિલકુલ સાચું જ વાંચ્યું છે અને કદાચ આ વાત બહું ઓછા લોકોને ખબર હશે. રતન ટાટાએ તેમના પિતા નવલ ટાટાની ઈચ્છાને માન આપીને એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો હતો. 1959માં કોર્નેલ યુનિવર્સિટીમાંથી તેમની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, તેઓ ઇન્ટર્નશિપ માટે ટાટા સ્ટીલના જમશેદપુર પ્લાન્ટમાં આવ્યા હતા.
તેઓ પત્થર કાઢવાનું અને ભઠ્ઠી સંભાળવાનું કામ શીખ્યા
આ સાથે તેમણે ઉદ્યોગ જગતમાં ડેબ્યુ કર્યું હતું. જો કે, તેમણે આ ફિલ્ડમાં બહોળો અનુભવ પણ મેળવ્યો હતો. ઇન્ટર્નશિપ પછી 1961માં ટાટા ગ્રુપમાં જોડાયા હતા. શરૂઆતમાં ટાટા સ્ટીલની શોપ ફ્લોર પર ચૂનાના પત્થર કાઢવાનું અને ભઠ્ઠી સંભાળવાનું કામ શીખ્યા હતા. લગભગ 30 વર્ષ સુધી વિવિધ હોદ્દા સંભાળ્યા પછી, તેમણે 1991માં ટાટા ગ્રુપના ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળ્યો અને 21 વર્ષ સુધી ટાટા ગ્રુપનું નેતૃત્વ કર્યું છે.
વધુ વાંચો: રોકાણકારો માલામાલ! રતન ટાટાની આ કંપનીએ 8 વર્ષમાં 23000 ટકાનું આપ્યું રિટર્ન
રતન ટાટાની લવ સ્ટોરી
રતન ટાટા એક સફળ ઉદ્યોગપતિ બન્યા, પરંતુ તેમને પ્રેમમાં સફળતા મળી ન હતી, જ્યારે રતન ટાટા અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે તેમને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. રતન ટાટાની ઈચ્છા હતી કે તે વિદેશી છોકરી તેમની સાથે ભારત આવે અને લગ્ન કરીને સેટલ થાય. જોકે આવું કશું જ થઈ શક્યું નહીં. યુવતી ભારત આવવા તૈયાર નહોતી. પછી સંબંધોનો અંત આવ્યો હતો. કેટલાક લોકો તેમની પ્રેમમા નિષ્ફળતા પાછળ 1962ના ભારત-ચીન યુદ્ધને પણ દોષ આપે છે.
ટાટા ગ્રુપમાં નવી પેઢીની એન્ટ્રી થઈ ગઈ
ટાટા ગ્રૂપમાં આજકાલ એક નામની ખૂબ ચર્ચા થઈ રહી છે. તે છે માયા ટાટા. 34 વર્ષની માયા ટાટા ભારતના સૌથી મોટા બિઝનેસ સમૂહમાંના એક ટાટા સમહૂમાં એક મહત્વની વ્યક્તિ તરીકે ઉભરી રહી છે. માયા ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાની સાવકી ભત્રીજી છે. માયા રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટા અને સ્વર્ગસ્થ સાયરસ મિસ્ત્રીની બહેન અલુ મિસ્ત્રીની પુત્રી છે, જેમણે એક સમયે ટાટા જૂથનું નેતૃત્વ કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.