બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Tata again becomes the title sponsor of IPL will give 500 crores to BCCI for one season
Megha
Last Updated: 01:25 PM, 20 January 2024
ADVERTISEMENT
IPL 2024 શરૂ થવામાં હવે થોડો જ સમય બાકી છે અને આ પહેલા ટાટા ગ્રૂપે ફરી એકવાર લીગના ટાઇટલ સ્પોન્સરશિપના અધિકારો સફળતાપૂર્વક જાળવી રાખ્યા છે. એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગના ટાઇટલ સ્પોન્સર ટાટા ગ્રુપ જ રહેશે. સાથે જ ટાટા ગ્રૂપે આગામી 5 વર્ષ માટે એટલે કે 2028 સુધી ટાઇટલ સ્પોન્સરશિપ મેળવી છે.
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર આવતા 5 વર્ષ સુધી ટાટા ગ્રુપ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને દર વર્ષે 500 કરોડ રૂપિયા અને પાંચ વર્ષમાં કુલ 2500 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જો કે ટાટા ગ્રૂપે ખાસ શરત દ્વારા સ્પોન્સરશિપ અધિકારો મેળવ્યા હતા, કારણ કે આદિત્ય બિરલા ગ્રૂપે પણ આ સ્પોન્સરશીપ માટે રૂ. 2500 કરોડની બોલી લગાવી હતી.
એક અહેવાલ અનુસાર જ્યારે BCCI એ ટાઈટલ સ્પોન્સર માટે ટેન્ડર બહાર પાડ્યું હતું, ત્યારે નિયમ નક્કી કરવામાં આવ્યો હતો કે જો ટાટા ગ્રુપ હરાજીમાં સૌથી વધુ બોલી લગાવનારી કંપની સાથે બરાબરી કરે છે તો તેને જ સ્પોન્સરશિપના રાઇટ્સ મળશે. રિપોર્ટ અનુસાર, ટાટા ગ્રૂપની બિડ આદિત્ય બિરલા ગ્રૂપની બિડ સાથે મેચ થયા બાદ, BCCIએ શુક્રવારે નિર્ણય લીધો કે ટાટા ગ્રૂપને વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગના ટાઇટલ સ્પોન્સરશિપ અધિકારો આપવામાં આવશે. જણાવી દઈએ કે BCCIએ ગયા મહિને આ માટે ટેન્ડર બહાર પાડ્યા હતા.
એ વાત તો જાણીતી જ છે કે ટાટા ગ્રુપ 2022 થી IPLનું ટાઇટલ સ્પોન્સર છે. 2022 અને 2023 સીઝન માટે, ટાટાએ BCCIને પ્રતિ સીઝન 365 કરોડના દરે 730 કરોડ ચૂકવ્યા હતા. આ પહેલા IPLનો સ્પોન્સર Vivo હતો. આ સ્માર્ટફોન કંપનીએ 2022માં ટાઈટલ સ્પોન્સરશિપ ડીલમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. તેનું કારણ ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ખટાશ હોવાનું કહેવાય છે. ડ્રીમ 11 કોવિડ રોગચાળા દરમિયાન એક સિઝન માટે આઇપીએલનું ટાઇટલ સ્પોન્સર પણ બન્યું.
વધુ વાંચો: સાનિયા મિર્જા સાથે છૂટાછેડાની ચર્ચા વચ્ચે શોએબ મલિકે કર્યા લગ્ન, આ અભિનેત્રીને બનાવી જીવનસાથી
આ વખતે બીસીસીઆઈએ ટાઈટલ સ્પોન્સરશિપ માટે ટેન્ડર બહાર પાડતી વખતે કડક શરતો રાખી હતી. BCCI એ સંકેત આપ્યો હતો કે તે ભારત સાથે સારા સંબંધો ન ધરાવતા દેશોની કંપનીઓ અથવા બ્રાન્ડ્સની બિડને ધ્યાનમાં લેશે નહીં. જો કે આમાં કોઈ દેશનું નામ લેવામાં આવ્યું ન હતું, પરંતુ ચીની કંપની Vivo સાથેના ખરાબ અનુભવને ચોક્કસપણે ધ્યાનમાં રાખવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.