Sunday, July 21, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

રિવ્યૂ / ધ તાશકંદ ફાઈલ્સ- શાસ્ત્રીજીના મોતની કહાની પરદા પર જીવિત નથી થતી

 ધ તાશકંદ ફાઈલ્સ- શાસ્ત્રીજીના મોતની કહાની પરદા પર જીવિત નથી થતી
ઈતિહાસના વિવાદાસ્પદ પાસાઓને દર્શાવવાની ક્રિએટિવ આઝાદી એક ફિલ્મમેકર ચોક્કસ હોય છે. વિવેક અગ્નિહોત્રીએ આ જ ક્રિએટિવ ફ્રીડમનો ઉપયોગ કરીને ધ તાશ્કંદ ફાઈલ્સ મૂવી બનાવી છે. ફિલ્મ ઈતિહાસના સૌથી ચર્ચાસ્પદ અધ્યાય એટલે કે દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના મોતની આસપાસ ફરે છે. આ ફિલ્મમાં સવાલ ઉઠાવ્યા છે, શુ તેમનુ મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયુ કે પછી તાશ્કંદ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા પછી ઝેર આપી દેવાયુ? લાલ બહાદુર શાસ્ત્રીનું મોત 11 જાન્યુઆરી 1966ના રોજ થયું હતું, તેમનુ મૃત્યુ પછી પોસ્ટ મોર્ટમ કરવામાં કેમ ન આવ્યુ? તેમના શરીર અનેક જગ્યાએ ક્ટ્સના નિશાન કેમ હતા? તેમનું પાર્થિવ શરીર ભારત લાવવામાં આવ્યુ ત્યારે સુજેલુ અને કાળુ કેમ હતુ? જો કે વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મનો આ વિષય પસંદ કર્યો તેની સામે લોકો પ્રશ્નો ઉભી કરી રહ્યા છે. ફિલ્મના ક્લાઇમેક્સમાં જે તથ્ય તરફ ઇશારા થયા તે એકપક્ષી છે. ખાસ કરીને દેશમાં ચૂંટણીનો માહોલ પરાકાસ્ટાએ છે ત્યારે.. 


 
ફિલ્મને લઇને થયો વિવાદ:

ફિલ્મ રિલીઝ થાય તે પહેલા વિવાદમાં આવી હતી જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્રએ ડિરેક્ટરને લીગલ નોટિસ મોકલી. આ ફિલ્મની સ્ટોરી મહાત્વકાંક્ષી પોલિટિકલ પત્રકારના સ્કૂલ લાવવાની ચેલેન્જથી શરૂ થાય છે. આ પત્રકાર (શ્વેતા બાસુ પ્રસાદ)ને તેના બૉસને અલ્ટીમેટમ આપ્યુ છે કે તે 15 દિવસની અંદર કોઇ સ્કૂપ નહી લાવે તો તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. આવામાં જન્મ દિવસે તેને એક લીડ મળે છે, જે ભૂતપૂર્વ વડાપ્રધાન  લાલ બહાદુર શાસ્ત્રીના મોત અંગે છે. તેને ઉકસાવવામાં આવે છે કે જો આ વિવાદાસ્પદ પ્રકરણ અંગે તે સરકારને જવાબદાર બનાવશે તો મોટો સ્કૂપ બની શકે છે. ત્યારે પછી રાગિણી ઈન્વેસ્ટિગેશનમાં જોડાય છે અને પોતાના સવાલોથી તહેલકો મચાવી દે છે કે ભૂતપૂર્વ વડાપ્રધાનનું મૃત્યુ કુદરતી હતુ કે નહી.

સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ:

ત્યાર પછી શ્યામ સુંદર ત્રિપાઠી (મિથુન ચક્રવર્તી), પીકેઆર નટરાજન (નસીરુદ્દીન શાહ) જેવા પોલિટિકલ નેતા એકબીજાના વિરોધી હોવા છતાંય આ સવાલોની વાસ્તવિકતા જણાવવા માટે કમિટી બનાવે છે. આ કમિટીમાં રાગિણી અને શ્યામ સુંદર ત્રિપાઠી સહિત એક્ટિવિસ્ટ (ઈન્દિરા જોસેફ રૉય), ઈતિહાસવિદ્ આયશા અલી શાહ (પલ્લવી જોશી), ઓમકાર કશ્યપ (રાજેશ શર્મા), ગંગારામ ઝા (પંકજ ત્રિપાઠી), જસ્ટિન કુરિયન અબ્રાહમ (વિશ્વમોહન બડોલા) જેવા લોકોને પસંદ કરવામાં આવે છે.

ખુલાસા:

આ સ્ટોરીમાં અનેક સનસનીખેજ ખુલાસા થાય છે. અમુક લોકોને જીવ પણ ગુમાવવો પડે છે. આ મામલામાં રાગિણીની મદદમાં પૂર્વ જાસૂસ મુખ્તાર (વિનય પાઠક) આવે છે. સ્ટોરીમાં અનેક બીજા પાત્રો છે જે 1966માં રચાયેલા ષડયંત્રની થિયરીની સાથે સાથે રાગિણી સાથે થનારા ષડયંત્ર અને ધમકીઓના ખુલાસા પણ કરે છે. 

ફિલ્મ કેવી છે:

વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મને વિશ્વસનીય બનાવવા માટે અનેક ઐતિહાસિક પુસ્તકો, ખબરો, સંદર્ભો અને તથ્યોનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો છે પરંતુ સાથે એક મોટું ડિસ્ક્લેમર આપ્યું છે કે તેમણે સિનેમેટિક લિબર્ટી લીધી છે. પરંતુ અફસોસ એ વાતનો કે તે આ મુદ્દાને યોગ્ય રીતે એક્ઝિક્યુટ નથી કરી શક્યા. આ ફિલ્મ ફર્સ્ટ હાફમાં લાંબી ખેંચાતી હોય તેવી લાગે છે. સેકન્ડ હાફમાં ડ્રામા એટલો વધારે છે કે ડિરેક્ટર લાલ બહાદુર શાસ્ત્રીની અકુદરતી રીતે મોતને સાબિત કરવા માટે બેબાકાળ થઇ જાય છે. ફિલ્મના ક્લાઈમેક્સમાં ડિરેક્ટર પોતાનો પોઈન્ટ સાબિત કરે છે. પરંતુ તેમણે જે તથ્ય જણાવ્યા છે તેની વિશ્વાસનીયતા પરખ કરવા માટે તમારી પાસે કોઇ માધ્યમ નથી. દર્શક તરીકે તમારુ કન્ફ્યૂઝન વધી જાય છે. ઉદય સિંહ મોહિતની સિનેમેટોગ્રાફી વખાણવા લાયક છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ સંગીત, ગીત સબ ચલતા હૈ ફિલ્મમાં ખલેલ પહોંચાડે છે. ફિલ્મની મજબૂતી તેની સારી કાસ્ટ છે. 

એક્ટિંગ:

આ ફિલ્મમાં બધા જ કલાકારોએ ઉમદા અભિનય કર્યો છે. નસીરુદ્દીન શાહનો રોલ વધારે નાનો છે. મિથુન ચક્રવર્તીએ શ્યામ સુંદર ત્રિપાઠીની ભૂમિકામાં ખૂબ મનોરંજન કર્યુ છે. લ્લવી જોશી લાંબા અરસા બાદ પરદે જોવા મળી છે. પંકજ ત્રિપાઠી, મંદિરા બેદી, રાજેશ શર્માએ પોતાના આ પાત્રોને સારો ન્યાય આપ્યો છે. રાગિણીના રૂપમાં શ્વેતાએ પાવરપેક્ડ પરફૉર્મન્સ આપ્યુ છે. તેણે આ કોમ્પિટકેટેડ ભૂમિકા સારી રીતે ભજવી છે.

ફિલ્મ જોવી કે નહી:

જો તમને ઈતિહાસને સંલગ્ન ફિલ્મો ગમતી હોય તો આ ફિલ્મ જરૂર ગમશે, તો ચોક્કસથી વિકેન્ડ પર આ ફિલ્મ જોજો. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ