બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તરણેતરના મેળામાં ભાતીગળ પરંપરા ભૂલાઈ, આસ્થા દુભાતા રાજભા ગઢવીએ ઠાલવ્યો આક્રોશ
Last Updated: 07:31 PM, 20 September 2024
સુરેન્દ્રનગરના જગવિખ્યાત તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ થતા લોકોની લાગણી દુભાઈ છે. જે મેળામાં વર્ષોથી ગુજરાતની પરંપરા જાળવવામાં આવી ત્યાં ભોજપુરી સોંગ પર અશ્લીલ ઠુમકા લગાવતી યુવતીઓ જોવા મળતા રોષ ફેલાયો છે. ત્યારે ગુજરાતની આસ્થાને ઠેસ પહોંચાડનારાઓ સામે હવે કાર્યવાહીની તૈયારી કરવામાં આવી છે.
ADVERTISEMENT
તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ !
ADVERTISEMENT
સુરેન્દ્રનગરમાં ચોટીલાથી લગભગ 40 કિલોમીટર દૂર તરણેતરમાં યોજાય છે વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો. જે ઐતિહાસિક, સામાજિક, સાંસ્કૃતિ અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. ભાદરવા સુદ ત્રીજથી છઠ દરમિયાન આ મેળો યોજાય છે. આ વર્ષે 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 200થી 250 વર્ષ પહેલાં શરૂ થયેલા આ મેળામાં અનેક પરિવર્તનો આવ્યાં છે. મેળામાં હુડો રાસ, માલધારી રાસ, દુહા, લોકનૃત્ય, છંદ આકર્ષણનુ કેન્દ્ર બને છે પરંતુ આ વર્ષે ભોજપુરી સોંગ પર અશ્લીલ ઠુમકા લગાવતી યુવતીઓ જોવા મળી. જેનો વીડિયો વાયરલ થતા આક્રોશનો માહોલ છે.
રાજભા ગઢવીએ શું કહ્યું ?
રાજભા ગઢવીએ જણાવ્યું કે, શરીરના કોઈ પણ ભાગમાં નાંખેલો ઝેર હોય તો ઈજેક્શન આપવાથી દૂર થઈ શકે છે પરંતુ આંખમાં અને કાનમાં નાંખેલો ઝેર કોઈ ઈજેક્શનથી દૂર થતું નથી. લોક પરંપરા તેમજ લોક સંસ્કૃતિ અને મહાદેવના ત્રીજા નેત્ર ખુલ્યુ હતું તેના નામ પરથી રખાયેલા આ મેળામાં કામને ભસ્મ કરવાનો મેળો છે પરંતુ અહીં તો કામને જગાડવાના ડાન્સ થાય છે. આપણે આ મેળાને લોક સંસ્કૃતિનો મેળા કહેતા હોઈ ત્યારે આવા ડાન્સ થાય છે તે ખરેખર ન થવા જોઈએ.
આ પણ વાંચો: LIST: ગુજરાતમાં એક IASની બદલી તો એકને વધારાનો હવાલો, છૂટયો ઓર્ડર
સરકાર પર કોંગ્રેસના પ્રહાર
આ વખતે મેળામાં ભાતીગળ સાંસ્કૃતિ ભૂલાઇ હોય તેવું જણાયું હતું કેમ કે, ભોજપુરી ડાન્સરોએ અશ્લિલ ડાન્સ કરીને જાણે ગ્રામીણ સાંસ્કૃતિની લાજ લૂંટી હતી. આ મેળાની ખાસિયત રહી છેકે, અહીં ટિટોડો, હુડોરાસ, મટકીરાસ અને મટકી હિંચ આકર્ષણો હોય છે. સાથે ભવાઇ, લોકગીત, લોકવાર્તા અને લોકનૃત્યની સાથે ગ્રામીણ ઓલિમ્પિક પણ યોજાય છે. પરંતુ આ વર્ષે જે દ્રશ્યો સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. તો કોંગ્રેસના નેતા નૌશાદ સોલંકીએ સરકાર પર નિશાન સાધ્યું છે. અને જણાવ્યું કે, ગુજરાતની અસ્મિતાને લાંછન લગાવવાનુ કામ થયુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ખાડાઓનું સામ્રાજ્ય / વરસાદે તો વિરામ લઇ લીધો, છતાંય ગુજરાતના 95 રસ્તાઓ હજુ બંધ હાલતમાં, જનતા ત્રાહિમામ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.