tarak mehtas tappus wife has grown up to be very beautiful and bold
મનોરંજન /
PHOTOS: તારક મહેતા...ના 'ટપ્પુની ટીના'નો બોલ્ડ ફોટો થયો વાયરલ, યંગસ્ટર્સ થયા દિવાના
Team VTV09:36 AM, 05 Mar 22
| Updated: 09:37 AM, 05 Mar 22
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પૂની પત્ની બનેલ ટીના જુઓ આજે ક્યા છે તથા શું કરે છે
ટપ્પૂની પત્ની ખૂબ જ સુંદર
બોલ્ડનેસથી કરે છે ઘાયલ
તસવીરો મચાવી રહી છે ખળભળાટ
ટપ્પૂની પત્ની
ટીવીની દુનિયાના મશહૂર સિટકોમ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' ગયા 13 વર્ષોથી લોકોના ચહેરા પર સ્માઈલ લાવી રહ્યું છે. આમ તો શોમાં અવારનવાર ટ્વીસ્ટ આવતા જ રહે છે. શોમાં સૌથી સારું બોન્ડિંગ જો કોઈનું હોય તો એ છે ટપ્પૂ અને સોનુંનું. પરંતુ શું તમે જાણો છો કે શોનાં એક એપિસોડમાં ટપ્પૂનાં લગ્ન એક બાળકી સાથે થાય છે, જેનું નામ હોય છે ટીના, શું તમે જાણો છો એ ટીના ક્યા છે?
કોણ છે ટીના?
'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' નાં એક સેગમેંટમાં બતાવવામાં આવ્યું હતું કે નાની ઉંમરમાં ટપ્પૂનાં લગ્ન, ટીના નામની બાળકી સાથે થયા હતા. આ દરમિયાન ગડા પરિવારમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી. એક નાની બાળકી હોવા છતાં ટીના નામની આ બાળકીએ શાનદાર અદાકારી પેશ કરી હતી. એ એકલી બાળકીએ જ જેઠાલાલની તકલીફો વધારી હતી. પરંતુ શું તમે જાણો છો કે એ બાળકી આજે ક્યા છે?
ટીનાનું સાચું નામ
ટીનાનું પાત્ર ભજવનાર બાળકીનું નામ છે નુપુર ભટ્ટ. એક્ટ્રેસ નુપુર આજે 23 વર્ષની થઇ ગઈ છે. સાલ 1999માં તેનો જન્મ થયો હતો. નુપુર ભટ્ટ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ છે. અવારનવાર તે પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે.
શોની સ્ટોરી
તમને જણાવી દઈએ કે 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' સાલ 2008થી લોકોનું મનોરંજન કરે છે. સો નાં ઘણા પાત્રો બદલાયા, પરંતુ શોને લઈને દિલચસ્પી ઓછી થઇ નથી. આ સ્ટોરી મુંબઈનાં ગોકુલઘામની છે, જ્યાં અલગ-અલગ જગ્યા, સંસ્કૃતિ તથા પરંપરાઓનાં લોકો એકબીજા સાથે ખુશીથી રહે છે. અહી સ્ટોરી તારક મેહતાની ' દુનિયાનાં ઊંધા ચશ્મા' પર આધારિત છે, જે એક ગુજરાતી સાપ્તાહિક અખબાર ચિત્રલેખા માટે લખતા હતા.