બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / Tarak mehta producer asit modi replied to all the allegations put by roshan jennifer mistry

પ્રત્યારોપ / જેનિફર સામે કાયદાકીય પગલાં લેશે અસિત મોદી, કહ્યું શૉમાંથી કાઢી એટલે લગાવ્યા પાયાવિહોણા આરોપ

Vaidehi

Last Updated: 06:48 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તારક મહેતા શૉની એક્ટ્રેસ જેનિફરનાં ગંભીર આરોપો બાદ શૉ પ્રોડ્યુસર અસિત મોદી સહિત કેટલાક ટીમ મેમ્બર્સની તરફથી વળતો જવાબ આપવામાં આવ્યો છે. તેઓ કહે છે કે જેનિફર અમને બદનામ કરવા ઈચ્છે છે.

  • તારક મહેતા શૉની એક્ટ્રેસ જેનિફરનાં આરોપોનો અસિત મોદીએ આપ્યો જવાબ
  • આસિત મોદી સહિત અન્ય ટીમ મેમ્બર્સે કર્યાં કેટલાક ખુલાસા
  • કહ્યું જેનિફર અમને બદનામ કરવા ઈચ્છે છે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની એક્ટ્રેસ જેનિફર ઊર્ફે રોશન સોઢીએ અસિત મોદી પર સેક્શ્યુઅલ હેરેસમેન્ટનાં અનેક આરોપો મૂક્યાં છે એટલું જ નહીં શોનાં નિર્માતાઓની સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. આ તમામની વચ્ચે તારક મહેતાનાં પ્રોડ્યુસર અને અન્ય ટીમ મેમ્બર્સે પોતાનો પક્ષ રાખતાં કેટલીક વાતોનો ખુલાસો કર્યો છે. જાણીએ આ મામલો વિસ્તારથી.

'જેનિફર સેટ પર શિસ્તભંગ કરતી હતી'
સમગ્ર ઘટના મામલે સિરિયલની ડાયરેક્શન ટીમના હર્ષદ જોષી, ઋષિ દવે તથા અરમાનનું કહે છે કે સેટ પર જેનિફર સતત શિસ્ત ભંગ કરી રહી હતી અને કામ પર ધ્યાન આપતી નહોતી. તેના આ વર્તનની સામે અમે સતત પ્રોડક્શન હેડને ફરિયાદો કરતાં હતા, છેલ્લા દિવસે તો તે શૂટ સંપૂર્ણ કર્યા વગર જ સેટ છોડીને જતી રહી. 

જેનિફર અમને બદનામ કરવા ઈચ્છે છે- પ્રોજેક્ટ હેડ
આ સિવાય પ્રોજેક્ટ હેડ સોહેલ રમાણી તથા જતીન બજાજે કહ્યું છે કે તે આખી ટીમ સાથે ખરાબ વ્યવહાર કરતી હતી. શૂટમાંથી જતી વખતે ખૂબ જ સ્પીડમાં કાર ચલાવી અને ઘણું નુકસાન પણ કર્યું. શૂટ દરમિયાન વારંવાર તેના દુર્વ્યવહારના કારણે જ અમારે તેને કાઢી મૂકવી પડી હતી. આ ઘટના જ્યારે થઈ ત્યારે અસિત મોદી તો USA માં હતા. જેનિફર દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા છે અને તે અમને બદનામ કરવા માંગે છે. અમે તેના આ ખોટા આરોપો સામે ફરિયાદ પણ દાખલ કરી દીધી છે. 

અમે કાયદાકીય પગલાં લઈશું- અસિત મોદી
જેનિફરે સૌથી ગંભીર આરોપ જેમના પર લગાવ્યા છે એવા અસિત કુમાર મોદીએ કહ્યું છે કે અમે કાયદાકીય પગલાં લઈશું, તે શૉ અને મને બંનેને બદનામ કરવા માંગે છે. અમે તેને શૉમાંથી કાઢી મૂકી, એટલે આવા પાયાવિહોણા આરોપ તે લગાવી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

TMKOC Tarak Mehta Ka Oolta Chashma asit modi reacts jeniffer mystry અસિત કુમાર મોદી જેનિફર મિસ્ત્રી તારક મહેતા વળતો જવાબ Tarak mehta producer asit modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ