Tappu of Taarak Mehta also left the show see what he said by posting fans will get a shock
મોટા સમાચાર /
'તારક મહેતા...' ના ટપ્પુએ પણ છોડ્યો શૉ: ખુદ પોસ્ટ કરીને જુઓ શું કહ્યું, ફેન્સને લાગશે ઝટકો
Team VTV12:30 PM, 07 Dec 22
| Updated: 12:33 PM, 07 Dec 22
થોડા સમયથી ચર્ચા હતી કે ટપ્પુ એટલે કે રાજ અનાડકટ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માંથી વિદાય લેવાનો છે. હવે રાજે પોતે એક પોસ્ટ શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા છે.
તારક મહેતાના ટપ્પુએ છોડ્યો શો
પોસ્ટ શેર કરી ફેન્સને ચોંકાવ્યા
જાણો શું કહ્યું પોસ્ટમાં
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એક એવો શો છે જે છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના દરેક પાત્રની પોતાની ફેન ફોલોઈંગ છે. જો કે છેલ્લા કેટલાક સમયથી ઘણા ફેમસ સ્ટાર્સે શો છોડી દીધો છે. હવે આ લિસ્ટમાં શોના મુખ્ય અભિનેતા ટપ્પુ એટલે કે રાજ અનાડકટ નું નામ પણ જોડાઈ ગયું છે.
રાજ અનાડકટે શોને અલવિદા કહી દીધું છે
થોડા સમયથી એવી વાતો ચાલી રહી હતી કે ટપ્પુ એટલે કે રાજ અનાડકટ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છોડવા જઈ રહ્યો છે. પરંતુ તેણે હંમેશા આવા સમાચારોને અફવા ગણાવીને ટાળ્યા હતા. હવે જ્યારે તેણે શો છોડ્યો ત્યારે તેણે પોતે જ એક પોસ્ટ દ્વારા તેના ચાહકોને જાણ કરી અને લખ્યું, 'હેલો એવરી વન હવે સમય આવી ગયો છે કે હું દરેક ખબરો અને વાત પર વિરામ લગાવી દઉ અને કહ્યું કે હવું હું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોથી અલગ થઈ રહ્યો છું'.
તમામ લોકોનો માન્યો આભાર
રાજે આગળ લખ્યું, 'મારો કોન્ટ્રાક્ટ ઓફિશ્યલ રીતે નીલા ફિલ્મ્સ અને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સાથે સમાપ્ત થાય છે. આ એક સારી સફર હતી જેમાં મને ઘણું શીખવા મળ્યું. હું એ તમામ લોકોનો આભાર માનું છું જેમણે મને આ પ્રવાસમાં સાથ આપ્યો.
રાજે કહ્યું કે તારક મહેતાની આખી ટીમ, મારા દોસ્ત અને પરિવાર તથા તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તમારા બધાનો પ્રેમ મને ખૂબ પ્રેરણા આપે છે,હું જલ્દી પાછો આવીશ, તમારા સૌનું મનોરંજન કરવા માટે, તમારો પ્રેમ અને સપોર્ટ બનાવીને રાખો.
નોંધનીય છે કે આ સિરિયલમાં પહેલા ભવ્ય ગાંધી સ ટપ્પુના રોલમાં હતો જે બાદ રાજ આવ્યો, હવે ફરી એક વાર આ શૉમાં નવા ટપ્પુ માટે શોધ ચાલુ છે. રાજે શૉ છોડવા પાછળ કોઈ મોટું કારણ તો જણાવ્યું નથી, પણ માનવામાં આવી રહ્યું છે કે કરિયરમાં ગ્રોથ માટે આ નિર્ણય લીધો હોય શકે.