તાપીના ભીંતખૂર્ડ ગામે ધૂળેટીના દિવસે હોડી ડૂબવાનો જવાથી ગમખ્વાર દૂર્ઘટના ઘટી હતી. આ હોળીમાં 13 લોકો સવાર હતા. જે સહેલગાહે જવા નીકળ્યા હતા. 13માંથી 7 લોકોના મૃતદેહ મળી ગયા છે.અને હોડી પલટતા 13 જેટલા લોકો ડૂબ્યા હતા
ઉચ્છલના સુંદરપુર ગામે હોડી પલટવાનો મામલો
12 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયા
ઘટનામાં કુલ 7 વ્યક્તિના નિપજ્યા મોત
ગતરોજ 6 વ્યક્તિને સહીસલામત બહાર કઢાયા હતા
એક જ પરિવારના 13 લોકો ડૂબ્યા હતા જે પેકી 6 જેટલા લોકોને સ્થાનિક તરવૈયાએ બચાવી લીધા હતા, 13 પૈકી 5 વર્ષની એલીશા નામની બાળકી અને રાજેશ કોકણી નામના ઈસમનો મૃતદેહ મળી આવતા પરિવારમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો.
ગઈકાલનો દિવસ ગોઝારો
જ્યારે અન્ય 5 જેટલા લોકોની શોધખોળ સ્થાનિક તરવૈયા અને ફાયરના જવાનો કરી રહ્યા છે, ઘટનાની જાણ સ્થાનિક પોલીસ અને આસપાસ ના ગામ ના લોકો ને થતા ઘટના સ્થળે પહોંચી બચાવની કામગીરી શરૂ કરી છે, ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો સર્જાયો છે.
આજની અપડેટ