બ્રેકિંગ ન્યુઝ
Kinjari
Last Updated: 11:55 AM, 9 July 2021
ADVERTISEMENT
પ્રોમો વાયરલ
હાલમાં જ એક પ્રોમો વાયરલ થઇ રહ્યો છે અને તેમાં તનુજા પોતાની દીકરી કાજોલનો એક વીડિયો જોઇ રહ્યાં છે. કાજોલ પોતાની માતાને એક મેસેજ આપી રહી છે તે સાંભળીને તનુજા ઇમોશનલ થઇ જાય છે. તનુજા કહે છે ક્યારેક પોતાની ખુશી હોય છે જેને કહી શકાતી નથી.
ADVERTISEMENT
માતા પિતા થયા હતા અલગ
આ પહેલા કાજોલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે, મારા માતા પિતા અલગ થઇ રહ્યાં હતા અને તેમને વર્કિંગ વુમન તરીકે કામ પર જવાનું હોતુ હતુ ત્યારે તેમણે મને ઘણી વસ્તુઓ ઝીણવટપૂર્વક સમજાવી હતી. બાળપણમાં મેં જે શીખ્યુ તેના કારણે હાલ હું એક સારી વ્યક્તિ છું.
તનુજાએ ડાયરેક્ટર સાથે કર્યા હતા લગ્ન
મહત્વનું છે કે, તનુજાએ 1973માં બંગાળી ડાયરેક્ટર શોમૂ મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. તનુજાને બે દીકરીઓ છે કાજોલ અને તનીષા. તનુજાનો જન્મ 23 સપ્ટેમ્બર 1943ના રોજ થયો અને તેમના પિતા પણ ફિલ્મ ડાયરેક્ટર અને માતા શોભના સમર્થ એક્ટ્રેસ હતી. નૂતન કાજોલની માસી છે.
તનુજાએ પોતાના કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે 1952માં આવેલી ફિલ્મ અંબરથી કરી હતી. લીડ એક્ટ્રેસ તેમની પહેલી ફિલ્મ છબીલી હતી. બાદમાં તેમણે આજ ઓર કલ, બહારે ફિર ભી આયેંગી, દો ચોર, દો દૂની ચાર, હાથી મેરે સાથી, ઘરાના, જ્વેલ થીફ, જીયો ઓર જીને દો સહીત ઘણી ફિલ્મોમાં કામ કર્યુ હતુ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.