બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સાણંદનો વેપારી તાંત્રિકને હાથે મરતો બચ્યો, મધરાતે બન્યું એવું કે.....12ના હત્યારાનું ખૌફનાક કૃત્ય
Last Updated: 07:47 PM, 10 December 2024
ગુજરાતમાં મંત્ર-તંત્ર અને મેલી વિદ્યાના જોરે 12થી વધુ લોકોને મારી નાખનાર ભૂવા કમ તાંત્રિક નવલસિંહ ચાવડાનું સરખેજ પોલીસની કસ્ટડીમાં મોત થયું છે. તાંત્રિક નવલસિંહ ચાવડાની પોલીસ કસ્ટડીમાં તબિયત ખરાબ થઈ હતી અને જેને કારણે તેનું મોત થયું હતું. નવલસિંહ ચાવડાએ પોતાની જાતને ભૂવા તરીકે ઠોકી બેસાડી હતી. તેનો સુરેન્દ્રનગરના વઢવાણમાં આશ્રમ પણ હતો. તે એવો પણ દાવો કરતો હતો કે તેની પાસે જાદુ અને ચમત્કાર કરવાની શક્તિ છે. પોલીસ પૂછપરછમાં જ તેણે કબૂલ્યું હતું કે તેણે પાણીમાં સોડિયમ નાઈટ્રેડ ભેળવીને 12 લોકોની હત્યા કરી નાખી હતી.
ADVERTISEMENT
મધરાતે મર્ડર કરવા જતાં પકડાયો
હકીકતમાં જે દિવસે નવલસિંહ પકડાયો તે દિવસ હતો 1 ડિસેમ્બર અને આ દિવસે તે સાણંદના બિઝનેસમેનની હત્યા કરવા માટે જવાનો હતો, નવલસિંહે આ બિઝનેસમેનને પૈસા ડબલ કરી આપવાની લાલચ આપીને ફસાવ્યો હતો અને ઝેરવાળું પાણી આપીને મારી નાખવાની તૈયારીમાં હતો પરંતુ તે પહેલા તેના ટેક્સી ડ્રાઈવરે તેને પોલીસમાં પકડાવી દીધો હતો અને આ રીતે બિઝનેસમેનનો જીવ બચી ગયો હતો.
ADVERTISEMENT
નવલસિંહે ઘરના 3 સભ્યોની હત્યા કરી હતી
પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આરોપી નવલસિંહે 14 વર્ષ પહેલા તેની દાદી અને એક વર્ષ પહેલા તેની માતા અને કાકાની હત્યા કરી હતી. તે ઉપરાંત નવલસિંહે એ વ્યક્તિની હત્યાની પણ કબૂલાત કરી હતી જેની લાશ ઓગસ્ટ 2021માં અમદાવાદના અસલાલીમાં રોડ એક્સિડન્ટ બાદ મળી હતી જોકે બાદમાં પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું હતું કે વ્યક્તિનું મૃત્યુ ઝેરના કારણે થયું હતું અને આ નવલસિંહે આ વ્યક્તિને પણ પાણીમાં સોડિયમ નાઈટ્રેટ ભેળવીને આપ્યું હતું જેને કારણે તેનું મોત થયું હતું.
કેવી રીતે ઝેરની વ્યવસ્થા કરતો?
સરખેજ પોલીસે એવું કહ્યું કે ચાવડાએ તેના વતન સુરેન્દ્રનગરની લેબોરેટરીમાંથી ડ્રાય ક્લિનિંગમાં વપરાતું કેમિકલ સોડિયમ નાઈટ્રેટ ખરીદ્યું હતું. નવલસિંહના ઘણા પીડિતો સોડિયમ નાઈટ્રેટથી બનેલા ઝેરને કારણે આવેલા હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા, જ્યારે કેટલાક અન્ય પીડિતો હજુ પણ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે.
નવલસિંહને સોડિયમ નાઈટ્રેટની કેવી રીતે ખબર પડી
નવલસિંહને તેના મિત્ર તાંત્રિક પાસેથી સોડિયમ નાઈટ્રેટની ખબર પડી હતી અને તેણે મંત્ર-તંત્રને બહાને પાણીમાં સોડિયમ નાઈટ્રેટ ભેળવીને મારી નાખ્યાં હતા.
વધુ વાંચો : HCનો મોટો ચુકાદો, 'બાળક પેદા ન કરવું એ પણ મહિલાનો હક', 29 વીકના ગર્ભપાતને મંજૂરી
સોડિયમ નાઈટ્રેટમાં શરીરમાં ગયા પછી શું થાય છે?
સોડિયમ નાઈટ્રેટ એક કાતિલ ઝેર છે. શરીરમાં પ્રવેશ્યાંની 15થી 20 મિનિટ બાદ સોડિયમ નાઈટ્રેટની હાર્ટ પર અસર થાય છે અને તેને કારણે હાર્ટ એટેક આવે છે અને વ્યક્તિનું મોત થાય છે.
લોકોને કઈ રીતે ફસાવતો?
આરોપી નવલસિંહ સુખી બનાવી દેવાની અને તેમના દુખો દૂર કરવાની લાલચ આપીને લોકોને ફસાવતો હતો અને પાણીમાં ઝેર ભેળવીને ખાતમો કરી નાખતો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT