સુરતમાં ઢોંગી તાંત્રિકે વિધીના બહાને મહિલા સાથે આચર્યું દુષ્કર્મ, 45 તોલા સોનુ પડાવ્યું...

By : hiren joshi 12:38 PM, 10 August 2018 | Updated : 12:38 PM, 10 August 2018
સુરતઃ સલાબતપુરા વિસ્તારમાં રહેતી પરણિતા મહિલા પર તાંત્રિકે વિધી કરવાના બહાને દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા તાંત્રિકે દુષ્કર્મ કર્યુ હોવાનુ મહિલાએ સબાલતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મહત્વનુ છે કે, પીડિત મહિલાના પતિની તબિયત ખરાબ હોવા અને માથે દેવુ વધી જવાના કારણે મહિલા ઢોંગી તાંત્રિક પાસે પહોંચી હતી. આ દરમિયાન તાંત્રિકે વિધી કરવા બાદ મહિલાની સમસ્યાનુ નિવારણ આવશે તે કહેવા બાદ મહિલાએ તાંત્રિક પાસેથી વિધી કરાવી હતી.

ત્યાર બાદ તાંત્રિકે વિધી કરવાના બહાને મહિલા પાસેથી તાંત્રિકે સોનાના ઘરેણાં પણ પડાવ્યા હતા. ત્યારે હવે આ સાબલતપુર પોલીસે છેતરપિંડી અને દુષ્કર્મનો ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.

આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવે છે ત્યારે વીટીવી તમને સાવચેત કરે છે... શા માટે તાંત્રિક વિધીની જરૂર? મહિલાઓ કેમ આવી જાળમાં ફસાય છે? શું તાંત્રિક વિધી તબિયત સારી કરે છે? દેવુ ઓછુ કરે છે? જવાબ છે ના...  માટે તમે આવા ઢોંગી તાંત્રિકો પાસે સમસ્યાનું નિવારણ ન શોધો. Recent Story

Popular Story