તાનાજી ધ અનસંગ વોરિયરે 16માં દિવસે બોક્સ ઓફિસ ઉપર 200 કરોડની કમાણી કરીને વિક્રમજનક આંકડાઓ સર કરવા તરફ આગેકુચ કરી હતી.
તાનાજી ધ અનસંગ વોરિયર: અજય દેવગણ, કાજોલ અને સેફ અલી ખાનની ફિલ્મના રિલીઝને 16 દિવસ વીતી ચુક્યા છે અને હાલ પણ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર ચમકારો બતાવી રહી છે.
Source : ANI
ત્રીજા અઠવાડિયાના પહેલા શનિવારે પણ અજય દેવગણે થીએટરની બહાર હાઉસફૂલના પાટિયા લગાવ્યા છે. આ શનિવારે boxofficeindia.comના આંકડા મુજબ તાનાજીએ 9 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અત્યાર સુધી આ ફિલ્મે 206 કરોડની કમાણી કરીને વિક્રમજનક આંકડાઓ સર કરવા તરફ આગેકુચ કરી હતી.
અજય દેવગણ, સૈફ અલી ખાન અને કાજોલની ફિલ્મ તાનાજી પહેલા જ 200 કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ થઈ ચુકી છે. boxofficeindia.com વેબસાઇટ અનુસાર અજય દેવગણની તાનાજીએ મુંબઈમાં માત્ર 13 દિવસમાં 88 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. મહારાષ્ટ્રમાં ફિલ્મનું બ્લોકબસ્ટર પ્રદર્શન અટકવાનું નામ નથી લઈ રહ્યું. દેશમાં CAA અને NRCના વિવાદ છતાં તાનાજીએ બોક્સ ઓફિસ ઉપર ધમાલ મચાવી છે.
અજય દેવગણની તાનાજી ધ અનસંગ વોરિયરે બીજા શુક્રવારે 10.06 કરોડ, શનિવારે 16.36 કરોડ, રવિવારે 23 કરોડ, સોમવારે 8 કરોડ, મંગળવારે 7.72 કરોડ, બુધવારે 7 કરોડ, ગુરુવારે 7.02 અને શુક્રવારે 6 કરોડનું કલેક્શન કર્યું હતું.
શું છે પટકથા?
આ ફિલ્મમાં કાજોલ અને અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં અજય દેવગણ છત્રપતિ શિવાજીના સેનાપતિ સુબેદાર તાનાજી માલુસારેની ભૂમિકામાં નજરે પડે છે. આ ફિલ્મમાં અજય દેવગન અને કાજોલ ઉપરાંત સૈફ અલી ખાન, પંકજ ત્રિપાઠી અને શરદ કેલકર પણ ભૂમિકા ભજવે છે.