tamilnadu kannur iaf mi 17v5 army helicopter crash bipin rawat
દુર્ઘટના /
વાયુસેનાનું સૌથી શક્તિશાળી હેલિકૉપ્ટર ગણાય છે Mi-17V5, સર્જિકલ સ્ટ્રાઇક સહિતના મોટા ઓપરેશનમાં મહત્વની ભૂમિકા
Team VTV03:51 PM, 08 Dec 21
| Updated: 07:18 PM, 08 Dec 21
તામિલનાડુના કુન્નૂરમાં ભારતીય સેનાનું હેલિકૉપ્ટર ક્રેશ થઇ ગયું છે. આ હેલિકૉપ્ટરમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત સવાર હતા, સાથે તેમના પત્ની મધુલિકા રાવત, એક બ્રિગેડિયર રેન્કના અધિકારી, એક અન્ય અધિકારી અને 2 પાયલોટ સહિત કુલ 14 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં 11 લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે.
તામિલનાડુના કુન્નૂરમાં ભારતીય સેનાનું હેલિકૉપ્ટર ક્રેશ
આ દુર્ઘટનામાં 11 લોકોના મૃત્યુ થઇ ચૂક્યા
આધુનિક ટેક્નોલોજીથી સજ્જ
વાયુસેનાના જણાવ્યા અનુસાર, જે હેલિકૉપ્ટર ક્રેશ થયું છે તે સેનાનું Mi-17V5 ટ્રાન્સપોર્ટ હેલિકૉપ્ટર છે જે સેનાનું સૌથી સુરક્ષિત હેલિકૉપ્ટર માનવામાં આવે છે. આ હેલિકૉપ્ટરનો ઉપયોગ VVIP મૂવમેન્ટ માટે પણ કરવામાં આવે છે.
આધુનિક ટેક્નોલોજીથી સજ્જ
વાયુસેનાનું આ હેલિકોપ્ટર Mi-17 V5 આધુનિક ટેક્નોલોજીથી સજ્જ હોય છે. આ હેલિકૉપ્ટર સેનાના કેટલાક મહત્વપૂર્ણ અભિયાનોનો ભાગ પણ રહ્યું છે. આનું નિર્માણ રશિયા કરે છે. તેને સેના અને આર્મ્સ ટ્રાન્સપોર્ટ માટે તૈનાત કરવામાં આવે છે. સર્ચ ઓપરેશનો, પેટ્રોલિંગ, રાહત અને બચાવ અભિયાનોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
આ હેલિકૉપ્ટરની મહત્તમ ગતિ 250 કિમી/ પ્રતિ કલાક છે. આ 6000 મીટરની મહત્તમ ઉંચાઈ સુધી પહાડી જેવા વિસ્તારોમાં પણ ઉડાન ભરવામાં સક્ષમ માનવામાં આવે છે. એકવાર ઈંધણ ભર્યા બાદ આ 580 કિમી. સુધી દુર જઇ શકે છે. આ મુશ્કેલીના સમયમાં પણ ઉડાન ભરવામાં સક્ષમ છે.
જણાવાય રહ્યું છે કે, 2008માં થયેલા મુંબઈ હુમલા દરમિયાન NSG કમાન્ડો આ હેલિકૉપ્ટર્સની મદદથી કોલાબામાં આતંકવાદીઓ સાથે મુકાબલો કરવા માટે ઉતર્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, સપ્ટેમ્બર 2016માં જમ્મુ કાશ્મીરમાં LoC પર પાકિસ્તાની લોન્ચ પેડને તબાહ કરવા માટે જે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી તેમાં પણ આ હેલિકૉપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ભારતની પાસે 150થી વધુ Mi-17 V5 હેલિકૉપ્ટર્સ
VVIP પરિવહન માટે ઉપયોગ કરાતા Mi-8 હેલિકૉપ્ટર્સની સેવા સમાપ્ત થયા બાદ પહેલા આ કામ માટે 12 ઇટાલિયન અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકૉપ્ટર્સને આનાથી બદલવાની યોજના હતી, પરંતુ લાંચના આરોપોના કારણે આ યોજના ઠપ્પ પડી ગઈ. બાદમાં ભારતીય વાયુ સેનાએ Mi-17V5ને વિકલ્પ તરીકે પસંદ કરાયા. ભારતની પાસે હજુ 150થી વધુ Mi-17 V5 હેલિકોપ્ટર્સ છે. સૌથી છેલ્લું હેલિકોપ્ટર જાન્યુઆરી 2016માં રશિયાથી આવ્યું હતું.
નવીનીકરણનું કામ ડિસેમ્બરમાં શરૂ થવાની આશા હતી
આ વર્ષે ઓક્ટોબરમાં આ સમાચાર આવ્યા હતા કે વીવીઆઈપી મૂવમેન્ટ માટે ઉપયોગ કરાતા ભારતીય સેનાના રશિયા Mi-17V5 પાંચ હેલિકૉપ્ટરોને મોટા અને વધુ સજ્જ કરવામાં આવી રહ્યા છે. જેમાં કેબિનનું નવીનીકરણ, ફર્નિશિંગ, એર કંડીશનિંગ અને પ્રવાસીઓની સીટોનું ફિટિંગ, જરૂરી સુરક્ષા, સંચાર અને સુરક્ષા ઉપકરણોની રેટ્રોફિટિંગ સિવાય એક નાનું શૌચાલય પણ બનાવવાનું સામેલ છે.