તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીને ટીમ ઈન્ડીયાના પૂર્વ કેપ્ટન અને CSKના મહેન્દ્ર સિંહ ધોનીને એક ભાવુક અપીલ કરી.
તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીનની અપીલ
CSKના મહેન્દ્ર સિંહ ધોનીને કરી અપીલ
CSKની કપ્તાની કરતા રહો તેવી અમારી ઈચ્છા
રાજધાની ચેન્નઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મંચ પરથી મુખ્યમંત્રી એમ કે સ્ટાલીને કહ્યું કે હું અહીં તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે નહીં પણ ધોનીના એક ચાહક તરીકે આવ્યો છું. ફક્ત હું જ નહીં પરંતુ મારા ઘરના તમામ લોકો તેના ચાહક છે. ત્યાં સુધી કે મારા સ્વર્ગવાસી પિતા પણ તેમના મોટા ફેન હતા. હું ધોનીને અપીલ કરુ છું કે હાલમાં સંન્યાસ ન વિચારો કારણ કે અમે આગામી વર્ષે પણ તમને સીકેએસની કેપ્ટનશીપ કરતા માગીએ છીએ.
You may be from the state of jarkhand but we consider you as one among us
મુખ્યમંત્રી એમ કે સ્ટાલીનની ભાવુક અપીલ પર ધોની હસતો રહ્યો હતો. ધોનીએ કહ્યું કે મેં હમેંશા ક્રિકેટની યોજના બનાવી છે અને મેં મારી છેલ્લી મેચ પણ રાંચીમાં રમી હતી. ધોનીએ કહ્યું કે આશા છે કે હું મારી છેલ્લી ટી20 મેચ ચેન્નઈમાં જ રમું. ટી20 મેચ આગામી વર્ષે થશે કે પછી આગામી પાંચ વર્ષમાં અમે તેને અંગે કંઈ જાણતા નથી.
2022ની IPL ભારતમાં રમાશે-બીસીસીઆઈની જાહેરાત
IPL 2022માં ચેન્નઈ સુપર કિંગ્સની જીતની ઉજવણી માટે આયોજિત ધ ચેમ્પિયન કોલ કાર્યક્રમમાં જય શાહે આ જાહેરાત કરી છે. આ પ્રસંગે જય શાહે કહ્યું કે મને ખબર છે કે તમે તમામ ચેપોકમાં ચેન્નઈને રમવા જોવા માટે તલપાપડ છો. એ સમય હવે દૂર નથી. IPLની 15 મી સીઝન ભારતમાં જ રમાશે અને બે નવી ટીમો સામેલ થતાની સાથે પહેલા કરતા વધારે રોમાંચક હશે. જય શાહે કહ્યું કે આ સીઝન અંગે મોટી નીલામી થવાની છે તેથી તે જોવું દિલચસ્પ હશે કે આઈપીએલ માટે નવી ટીમનું સંયોજન કેવું દેખાશે.