બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / tamil nadu violence kallakurichi protesters entering school ablaze buses over the death

BIG NEWS / તમિલનાડૂમાં વિદ્યાર્થિનીના મોત બાદ હિંસા ફાટી નિકળી: લોકોએ શાળા પર હુમલો કર્યો, સ્કૂલ બસમાં લગાવી આગ

Pravin

Last Updated: 03:40 PM, 17 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમિલનાડૂના કલ્લાકુરિચીમાં રવિવારે ધોરણ 12ની એક વિદ્યાર્થિનીનું મોત થયા બાદ હિંસા ફેલાઈ ગઈ હતી.

  • તમિલનાડૂમાં એક વિદ્યાર્થિનું મોત થતાં વાલીઓ ગુસ્સે ભરાયા
  • લોકોએ શાળા પર હુમલો કરી દીધો
  • શાળાની બસોમાં આગ લગાવી દીધી

 

તમિલનાડૂના કલ્લાકુરિચીમાં રવિવારે ધોરણ 12ની એક વિદ્યાર્થિનીનું મોત થયા બાદ હિંસા ફેલાઈ ગઈ હતી. ગુસ્સે થયેલી ભીડે ન્યાયની માગ કરતા સ્કૂલમાં ઘૂસ્યા અને તોડફોડ કરી હતી. તેની સાથે જ સ્કૂલની બસોમાં આગ લગાવી દીધી છે. આ દરમિયાન મોટી સંખ્યામાં ઉપદ્રવીઓ ઘટનાસ્થળે એકઠા થયા હતા. સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તો વળી તમિલનાડૂના ડીજીપીએ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે, સ્કૂલની વિદ્યાર્થિનીનું મોત પ્રાકૃતિક રીતે થયું છે. 

તમિલનાડૂના ડીજીપીએ જાણકારી આપી છે કે, પોલીસે આ મામલે ફરિયાદ નોંધી લીધી છે. વિદ્યાર્થિનીના માતા-પિતાએ વધુ એક પોસ્ટમોર્ટમ કરાવવા માટે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. રવિવારે ભીડ સ્કૂલ પ્રદર્શન કરવા પહોંચી હતી. પોલીસે તેમનો સામનો કરવાની વ્યવસ્થા કરી રાખી હતી. જો કે, બાદમાં ભારે માત્રામાં લોકો ત્યાં જમા થયા હતા. 

ડીજીપીએ કહ્યું કે, લોકોએ શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યા નથી. તેઓ હુમલાઓ કરવા લાગ્યા હતા. પોલીસે લાઠીચાર્જ કરીને લોકોને વેરવિખેર કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળ પર 500થી વધારે પોલીસકર્મીઓને તૈનાત કરી દેવમાં આવ્યા છે. પોલીસે સ્કૂલ પર હુમલો કરનારા તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. કોઈને પણ છોડવામાં આવશે નહીં, પોલીસ પાસે આ ઘટનાનો વીડિયો પણ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Tamil Nadu Violence kallakurichi protesters school Tamilnadu
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ