બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Video: તમિલનાડુના દરિયાકાંઠે વાવાઝોડા ફેંગલની અસર શરૂ, ભારે પવન સાથે મોજા ઉછળ્યાં, IMDનું એલર્ટ

ચેતવણી / Video: તમિલનાડુના દરિયાકાંઠે વાવાઝોડા ફેંગલની અસર શરૂ, ભારે પવન સાથે મોજા ઉછળ્યાં, IMDનું એલર્ટ

Last Updated: 11:08 AM, 30 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય હવામાન વિભાગે શુક્રવારેના રોજ માહિતી આપી હતી કે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં રચાયેલ ડીપ ડિપ્રેશન શુક્રવારે બપોરે ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કર્યું છે. આ વાવાઝોડાને 'ફેંગલ' નામ આપવામાં આવ્યું છે.

ચક્રવાત ફેંગલ નજીક આવતાની સાથે જ તમિલનાડુના ચેંગલપટ્ટુમાં દરિયો તોફાની બન્યો છે, દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર ચક્રવાત ફેંગલ શનિવાર સાંજ સુધીમાં તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ પ્રેશર એરિયા શુક્રવારે બપોરે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. ત્યારે તમિલનાડુમાં ભારે વરસાદને કારણે મોટાભાગના વિસ્તારોમાં ડાંગરના પાકને નુકસાન થયું છે.

એકલા નાગાપટ્ટિનમ જિલ્લામાં જ 800 એકરથી વધુ પાક ડૂબી ગયો છે. કામેશ્વરમ, વિરુન્ધમાવાડી, પુડુપલ્લી, વેદ્રપ્પુ, વનમાદેવી, વલ્લપલ્લમ, કલ્લીમેડુ, એરાવયલ અને ચેમ્બોડી જિલ્લાઓ પણ ભારે વરસાદથી પ્રભાવિત થયા છે.

અધિકારીઓએ નીચાણવાળા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ રહેવા અને સુરક્ષા સલાહોનું પાલન કરવાની અપીલ કરી છે. સમગ્ર તમિલનાડુમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

દરમિયાન, IMD એ તમિલનાડુના માછીમારો માટે એક એડવાઈઝરી જારી કરી છે, જેમાં તેમને 30 નવેમ્બર સુધી દરિયામાં જવાનું ટાળવા વિનંતી કરવામાં આવી છે.

ચક્રવાતી તોફાન ફેંગલ શનિવારે બપોરે પુડુચેરી નજીક પહોંચવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને અહીંના લોકોને ઘરોની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. શનિવારે અહીંની તમામ શાળાઓ અને કોલેજો બંધ રહેશે.

IMD અનુસાર, ચક્રવાતી વાવાઝોડું ફેંગલ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર અક્ષાંશ 11.8 ડિગ્રી ઉત્તર અને રેખાંશ 81.7 ડિગ્રી પૂર્વમાં, ચેન્નઈથી લગભગ 210 કિમી દક્ષિણ-પૂર્વમાં છે.

તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને 30 નવેમ્બરની સાંજે ચક્રવાતી વાવાઝોડા તરીકે પુડુચેરીની નજીક કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચે ઉત્તર તમિલનાડુ-પુડુચેરીના દરિયાકાંઠાને પાર કરશે. દરમિયાન પવનની ઝડપ 70-80 kmph થી 90 kmph સુધી રહેશે.

IMDના ચક્રવાત વિભાગના વડા આનંદ દાસે જણાવ્યું કે તમિલનાડુ, દક્ષિણ આંધ્રપ્રદેશ, કેરળ અને આંતરિક કર્ણાટકના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

PROMOTIONAL 13

આ પણ વાંચો: આ 10 જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી, દરિયાથી દૂર રહેવા અપીલ

ઈસ્ટર્ન નેવલ કમાન્ડે તમિલનાડુ અને પુડુચેરી નેવલ એરિયા હેડક્વાર્ટરના સહયોગથી ચક્રવાતની સંભવિત અસરોને ઘટાડવા માટે ડિઝાસ્ટર રિસ્પોન્સ મિકેનિઝમને સક્રિય કરી છે. હવામાન વિભાગે દરિયામાં તોફાન વધવાની ચેતવણી જારી કરી છે અને માછીમારોને દરિયામાં જવાનું ટાળવાની સલાહ આપી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fengal Cyclone Heavy Rain Alert Tamil Nadu
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ