બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બાગમતી એક્સપ્રેસની માલગાડી સાથે જોરદાર ટક્કર, 5 ડબ્બાઓ ખડી પડ્યા

તમિલનાડુ / બાગમતી એક્સપ્રેસની માલગાડી સાથે જોરદાર ટક્કર, 5 ડબ્બાઓ ખડી પડ્યા

Last Updated: 10:40 PM, 11 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમિલનાડુમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મૈસૂરથી દરભંગા જઈ રહેલી બાગમતી એક્સપ્રેસની ચેન્નાઈ નજીક એક માલગાડી સાથે જોરદાર ટક્કર થઈ છે.

Tamil Nadu Train Accident: તમિલનાડુમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મૈસૂરથી દરભંગા જઈ રહેલી બાગમતી એક્સપ્રેસની ચેન્નાઈ નજીક એક માલગાડી સાથે જોરદાર ટક્કર થઈ છે.

આ ઘટના કાવરાઈપેટ્ટાઈ રેલવે સ્ટેશન નજીક બની

આ ટક્કર બાદ ટ્રેનમાં આગ લાગી હતી. આ ઘટના કાવરાઈપેટ્ટાઈ રેલવે સ્ટેશન નજીક બની હતી. આ મામલે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. આ ઘટના બાદ બાગમતી એક્સપ્રેસના પાંચ ડબ્બા ખડી પડ્યા છે. હાલ રાહત અને બચાવકામગીરી ચાલી રહી છે.

PROMOTIONAL 10

રેસ્ક્યું ટીમ ઘટનાસ્થળે પહોંચી

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તામિલનાડુના તિરુવલ્લુરમાં રાત્રે 8:50 વાગ્યે ટ્રેન નંબર 12578 મૈસૂર-દરભંગા એક્સપ્રેસની માલગાડી સાથે ટક્કર બાદ બે કોચમાં આગ લાગી હતી. ત્યાર બાદ પાંચ જેટલા ડબ્બાઓ પાટા પરથી ખડી પડ્યાના અહેવાલ પણ મળી રહ્યા છે. હાલ ઘટનાસ્થળે સ્થાનિક પ્રશાસનની ટીમ અને રેસ્ક્યું ટીમ પહોંચી ગઈ છે અને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે.

વધુ વાંચો : આખરે એર ઈન્ડિયાની ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ, 140 મુસાફરો સુરક્ષિત, જાણો મામલો

ઘટનાથી રેલવે સુરક્ષા પર સવાલો ઉભા થયા

જાણકારી મળી રહી છે કે દરભંગા એક્સપ્રેસ લૂપ લાઇનમાં ઘૂસીને ઉભી રહેલી માલગાડી સાથે અથડાતા બની હતી. આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી સામે આવી નથી. આ ઘટના દરભંગા એક્સપ્રેસ લૂપ લાઇનમાં ઘૂસીને ઉભી રહેલી ટ્રેન સાથે અથડાયા પછી બની હતી. નોંધનીય છે કે, આ વર્ષે ફેબ્રુઆરીથી જુલાઈ સુધી અલગ-અલગ રેલ દુર્ઘટનાઓમાં ડઝનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનાઓએ રેલવેના સુરક્ષા પગલાંની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

યુપીમાં બે દિવસ પહેલા એક મોટી દુર્ઘટના ટળી હતી

ઉત્તર પ્રદેશમાં બે દિવસ પહેલા જ ગુરુવારે બિજનૌરમાં એક ટ્રેનને પલટી મારવાનું મોટું ષડયંત્ર પ્રકાશમાં આવ્યું હતું. જ્યાં રેલ્વે ટ્રેક પર પથ્થરો પડેલા જોવા મળ્યા હતા. જ્યાંથી પથ્થરો મળ્યા હતા તે જ ટ્રેક પર મેમો એક્સપ્રેસ ટ્રેન આવી હતી. ડ્રાઈવર કંઈ સમજે તે પહેલા જ ટ્રેન પથ્થરો તોડીને આગળ વધી ગઈ હતી. જ્યારે ટ્રેન પથ્થરો સાથે અથડાઈ ત્યારે ડ્રાઈવરે જોરદાર અવાજ સંભળાયો હતો. આ પછી તેણે ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકવામાં આવી હતી. જો કે સદનસીબે મોટી દુર્ઘટના થતા ટળી હતી.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Railway Bagmati Express Tamil Nadu
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ