બ્રેકિંગ ન્યુઝ
VTV / tamil nadu motor vehicle act gazing a woman punishable offence arrest provision know the new rules
Last Updated: 06:28 PM, 20 August 2022
ADVERTISEMENT
પબ્લિક ટ્રાંસપોર્ટમા મુસાફરી કરતી વખતે મહિલાઓને ઘણી વાર અસહજ સ્થિતિઓમાં મુકાવુ પડતું હોય છે. ક્યારેક તેમને લાગે છે કે, કોઈ શખ્સ તેમને સતત ટગર ટગર જોયા કરે છે. ક્યારે અભદ્ર ઈશારા પણ કરતા હોય છે. કોલેજ જતી છોકરીઓ અથવા નોકરી કરતી મહિલાઓ માટે તો આ દરરોજનું છે. ત્યારે આવા સમયે તમિલનાડૂમાં આવા કેસો પર લગામ લગાવવા માટે સરકાર એક્શનમાં આવી છે. જો કોઈ સહયાત્રી મહિલા યાત્રી સાથે આવું કરવાનો પ્રયાસ કરશે, તો તેનું આવી બનશે. આવું કરનારા શખ્સને જેલના સળીયા ગણાવાનો વારો આવશે. હકીકતમાં જોઈએ તો, તમિલનાડૂમાં મોટર વ્હીકલ એક્ટમાં કેટલાય ફેરફાર કરવામાં આવ્યા છે. સંશોધન બાદ હવે કંડક્ટર પણ પેસેન્જર સાથે ગેરવર્તણૂંક કરી શકશે નહીં. તો આવો જાણીએ અહીં મોટર વ્હીકલ એક્ટમાં શું શું ફેરફાર કર્યા છે.
ADVERTISEMENT
તમિલનાડૂએ મોટર વ્હીકલ એક્ટમાં કેટલાય સંશોધન કર્યા છે. મોટર વ્હીકલ એક્ટમાં હવે એક જોગવાઈ આપી છે, જે અંતર્ગત બસમાં સવાર મહિલાઓને તગર તગર જોઈ રહેવા બદલ ધરપકડ થઈ શકે છે. સંશોધિત અધિનિયમ બાદ રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ સીટી વગાડવી, અશ્લીલ ઈશારા કરવા અને યૌન શોષણ જેવી ગતિવિધિઓની શ્રેણીમાં છે. સંશોધન કાનૂન અનુસાર બસ કંડક્ટરને આવી સ્થિતિમાં કોઈ પણ પુરુષને ઉતારી દેવો, અથવા યાત્રા દરમિયાન કોઈ મહિલા દુર્વ્યવહાર કરવા પર આરોપી શખ્સને પોલીસ ચોકીએ પહોંચાડવાનો રહેશે.
મહિલાઓ વિરુદ્ધ અનુચિત વ્યવહાર કરનારા કંડક્ટરને પણ કાયદા અંતર્ગત આકરી સજા મળશે. સંશોધિત અધિનિયમમાં એ જોગવાઈ પણ છે કે, જો કોઈ કંડક્ટર મદદ કરવાના બહાને મહિલા યાત્રીને ટચ કરશે તો તેને પણ સજા મળશે. કંડક્ટર મહિલાઓ પર કોઈ મજાક અથવા ટિપ્પણી કરી છે તો તે ગુનો માનવામાં આવશે. નિયમ અનુસાર કંડક્ટરને એક ફરિયાદ પુસ્તિકા બનાવી રાખવી પડશે, જેમાં મુસાફરની ફરિયાદ નોંધવામાં આવસે. જરૂર પડી તો આ પુસ્તિકા પોલીસ સ્ટેશનમાં રજૂ કરવાની થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.