tamil nadu man administers cpr to injured monkey video viral
માનવતા /
VIDEO: OMG! વ્યક્તિએ CPR આપીને વાંદરાનો બચાવી લીધો જીવ, લોકોએ કહ્યું આ છે રિયલ હીરો
Team VTV05:43 PM, 13 Dec 21
| Updated: 05:44 PM, 13 Dec 21
તમિલનાડુમાંથી એક દિલ જીતવવા વાળો એક વીડિયો સામે આવ્યો છે. વાયરલ વિડીયોમાં એક વ્યક્તિએ બેભાન વાંદરાને CPR આપીને પાણી પીવડાવતો જોવા મળી રહ્યો છે.
આ વીડિયો તમિલનાડુના પેરામ્બલુરનો છે.
કેટલાક કૂતરાઓએ વાંદરા પર હુમલો કર્યો હતો
વાંદરાને વધુ સારવાર અર્થે વેટરનરી હોસ્પિટલ લઈ ગયા.
આ વીડિયો તમિલનાડુના પેરામ્બલુરનો છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો તમિલનાડુના પેરામ્બલુરનો છે. સીપીઆર આપીને વાંદરાને જીવીત કરવાનો પ્રયાસ કરનાર વ્યક્તિનું નામ પ્રભુ છે.સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો 10 ડિસેમ્બરે ઓથિયમ સમથુવાપુરમ નામના ગામનો છે. આ અંગે પ્રભુએ સ્થાનિક પત્રકારોને જણાવ્યું કે તેમને આ વાંદરો ઘાયલ હાલતમાં મળ્યો. કેટલાક કૂતરાઓએ ભેગા મળીને વાંદરા પર હુમલો કર્યો હતો,જેના પછી તે ઘાયલ થયો હતો.પ્રભુએ કૂતરાઓને ભગાડી દીધા અને વાંદરાને ઝાડ પરથી નીચે લાવ્યો. વાંદરાને બેભાન અવસ્થામાં જોઈને પ્રભુએ તરત જ તેને સી.પી.આર. આપ્યું હતું.
વાંદરાને ભાનમાં આવ્યા પછી વેટરનરી હોસ્પિટલ લઈ ગયા.
વાંદરાને ભાનમાં આવ્યા પછી, પ્રભુએ તેને પાણી આપ્યું અને તેને વેટરનરી હોસ્પિટલ લઈ ગયા.આ વીડિયોમાં પ્રભુ વાંદરાને કહી રહ્યા છે, 'ચાલો હોસ્પિટલ જઈએ.' હોસ્પિટલમાં વાંદરાને ગ્લુકોઝ અને ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. વાંદરાની હાલત સારી થયા બાદ તેને વન વિભાગને સોંપવામાં આવ્યો.પ્રભુએ જણાવ્યું કે તેણે 2010માં ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ કોર્સ કર્યો હતો અને તેના કારણે તે ઘાયલ વાંદરાને મદદ કરી શક્યો હતો.