બ્રેકિંગ ન્યુઝ
VTV / Tamil Nadu Doctors remove 52 kg plastic from cow stomach
Divyesh
Last Updated: 11:45 AM, 22 October 2019
ADVERTISEMENT
ગાયની સર્જરી વેટરનરી એનિમલ સાયન્સ યૂનિવર્સિટીમાં કરાઇ
સૂત્રોને મળેલા એક રીપોર્ટ મુજબ ગાયની સર્જરી વેટરનરી એનિમલ સાયન્સ યૂનિવર્સિટીમાં કરવામાં આવી છે. તબીબોએ ગાયનુ ઓપરેશન કરી 52 કિલો પ્લાસ્ટિકનો કચરો નિકાળ્યો. આ ઓપરેશનમાં તબીબોને 5.5 કલાકનો સમય લાગ્યો.
ગાયના પેટના એક ભાગમાં માત્ર પ્લાસ્ટિક ભર્યું હતું
આ ઓપરેશનને લઇને તામિલનાડૂ વેટરનરી એનિમલ સાયન્સ યુનિવર્સિટીના ડૉકટર વેલાવનએ કહ્યું કે ગાયના પેટના જે ચાર ભાગ હોય છે, તેમાના એક ભાગના 75 ટકામાં માત્ર પ્લાસ્ટિક ભર્યું હતું. તબીબોનું માનવુ છે કે પેટમાં આ પ્રકારના પ્લાસ્ટિક અથવા કચરો એકઠો થવાથી પ્રાણીઓના ખાવા-પીવા તેમજ મળ-મૂત્ર ત્યાગ કરવાની સમસ્યા ઉભી થાય છે.
ADVERTISEMENT
ગાયના પેટમાંથી નીકળેલા કચરાને લઇને તબીબોનું અનુમાન
તામિલનાડુમાં ગાયના પેટમાંથી નીકળેલા અંદાજે 52 પ્લાસ્ટિકને લઇને ડૉકટરોએ જણાવ્યું હતું કે આ કચરો જમા થવામાં અંદાજે 2 વર્ષ જેટલો સમય લાગે છે. આ અગાઉ ફિલીપાઇન્સમાં એક વ્હેલ માછલીના પેટમાંથી અંદાજે 50 કિલો પ્લાસ્ટિક નીકળ્યું હતું.
Chennai: Surgeons of Tamil Nadu Veterinary and Animal Sciences University, Vepery removed 52 kg of plastic wastes (pic 2) from the stomach of a cow. Dr Velavan, Surgeon says, "plastics occupied 75% of the rumen, one of the four chambers of the cow’s stomach." #TamilNadu pic.twitter.com/dAoluBN9sZ
— ANI (@ANI) October 21, 2019
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.