બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / tamil nadu ambulance stopped for dmk minister anbil mahesh poyyamozhi convoy

શરમજનક / ઊભા રહો, મંત્રીજી જઈ રહ્યા છે ! મિનિસ્ટરના કાફલા માટે એમ્બ્યુલન્સને ઊભી રાખી, સલામી આપતી રહી પોલીસ

Pravin

Last Updated: 03:08 PM, 9 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમિલનાડૂમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં શિક્ષણમંત્રીના કાફલા માટે થઈને એક એમ્બ્યુલન્સને રોકી દેવામાં આવી હતી.

  • તમિલનાડૂમાંથી એક શરમજનક ઘટના સામે આવી
  • મંત્રીના કાફલા માટે એમ્બ્યુલન્સને ઊભી રાખી દીધી
  • પોલીસ અને અધિકારીઓ મંત્રીને સલામી આપતા રહ્યા

તમિલનાડૂના તંજાવુરમાં સોમવારે એક શરમજનક ઘટના સામે આવી હતી. કુંભકોણમ શહેરમાં રાજ્યના શિક્ષણમંંત્રી અંબિલ મહેશ પોય્યામોઝીના કાફલાના રસ્તો આપવા માટે એમ્બ્યુલન્સને પણ રોકી દેવામાં આવી હતી. એમ્બ્યુલન્સ મંત્રીનો કાફલો પસાર ન થાય ત્યાં સુધી સાયરન વગાડતા રાહ જોઈને ઊભી રહી હતી. કાફલો પસાર થયા બાદ એમ્બ્યુલન્સને કંભકોણમમાં એક પુલ પાસે રોકી દેવાનો વીડિયો વાયરલ થયા બાદ અંબિલ મહેશ પોય્યામોઝીએ આ ઘટનાની ટિકા કરી હતી. 

પુર બચાવ અભિયાન કાર્યની સમીક્ષા કરવા જઈ રહેલા મંત્રીના કાફલામાં લગભગ 20-25 કાર હતી. વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું હતું કે, આખો કાફલો પસાર થયો હતો, ત્યાં સુધી એમ્બ્લ્યુલન્સની સાયરન વાગતી રહી. એક પોલીસ અધિકારીએ એમ્બ્યુલન્સની આગળ ઊભા રહીને મંત્રીના કાફલાના સલામી ઠોકતા જોવા મળ્યા હતા. મંત્રી સાથે કલેક્ટર અને અન્ય અધિકારીઓ પણ સલામી આપતા રહ્યા પણ કોઈએ એમ્બ્યુલન્સ તરફ ધ્યાન ન આપ્યું. મંત્રીનો કાફલો પસાર થયા બાદ જ એમ્બ્યુલન્સને પસાર થવા દીધી હતી. 

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરસ થયાં બાદ લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. જે બાદ મંત્રી અંબિલ મહેશે સ્પષ્ટતા કરતા કહ્યું કે, અનાઈકટ્ટુી પુલ પર વનવે રોડ ખુલ્લો હતો. કારણ કે બીજી તરફ સમારકામ ચાલી રહ્યું હતું. પુલ સાંકળો છે. એટલા માટે વાહનોને લાઈનમાં જવામાં દેવામાં આવ્યા હતા. 

વિપક્ષી પાર્ટીઓએ આ ઘટનાની ટીકા કરી છે. તેમણે મંત્રીની સાથે સાથે એ લોકો પર પણ કાર્યવાહી કરવાની માગ કરી છે, જે આ ઘટનામાં સામેલ છે. ઓલ ઈંડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમે કહ્યું કે, મંત્રી આમ આદમી માટે અસવંદેનશીલ થઈ ગયા છે. ઉપરાંત જણાવ્યું છે કે, સીએમે તો ત્યાં સુધી કહ્યું હતું કે, તેમના કાફલામાં 50 ટકાનો ઘટાડો કરશે. જે હાલમાં પણ થયું નથી. તો વળી ભાજપના પ્રવક્તા નારાયણન તિરુપતિએ માગ કરી છે કે, તમિલનાડૂના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને મંત્રી સહિત તમામ જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવા જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Tamil Nadu ambulance dmk minister anbil mahesh viral video Tamilnadu
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ