Tamil actor accuses former AIADMK Minister Manikandan of cheating her after a 5-year relationship
ફેમસ એક્ટ્રેસનો આરોપ /
દિગ્ગજ પૂર્વ મંત્રીએ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા, ગર્ભ રહી જતા ત્રણ ત્રણ વખત...
Team VTV12:02 PM, 31 May 21
| Updated: 12:21 PM, 31 May 21
તમિલનાડુના પૂર્વ મંત્રી અને અન્નાદ્રમુક નેતા મણિકનંદન વિરૂદ્ધ રેપ કેસ દાખલ કરવામાં આવ્યો.
તમિલનાડુમાં પૂર્વમંત્રી અને અન્નાદ્રમુક પાર્ટીના નેતા મણિકનંદન વિરૂદ્ધ રેપ કેસ
લગ્નની લાલચ આપીને મહિલા સાથે વારંવાર કર્યો રેપ
ત્રણ વખત ગર્ભ રહ્યો અને ત્રણેય વખત કરાવ્યુ અબોર્શન
તમિલનાડુમાં પૂર્વમંત્રી અને અન્નાદ્રમુક પાર્ટીના નેતા મણિકનંદન વિરૂદ્ધ રેપ કેસ સહિત આઈપીસીની ઘણી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ ચેન્નાઈના મહિલા પોલીસ સ્ટેશનમાં એક્ટ્રેસની ફરિયાદ પર દાખલ કરવામાં આવ્યો છે. એક્ટ્રેસે પૂર્વ મંત્રી પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે.
ત્રણ વખત ગર્ભ રહ્યો અને ત્રણેય વખત કરાવ્યુ અબોર્શન
તમિલ એક્ટ્રેસે આરોપ લગાવ્યો છે કે મણિકનંદનને લગ્નનો વાયદો કરીને શારીરિક શોષણ કર્યું. આટલું જ નહીં જ્યારે મહિલા ગર્ભવતી થઈ તો પૂર્વમંત્રીએ તેની મરજી વગર તેનું અબોશન કરવી દીધું. એક્ટ્રેસે આરોપ લગાવ્યો છે કે મણિકનંદન તેની સાથે પાછલા 5 વર્ષથી લગ્નનો વાયદો કરીને શારીરિક શોષણ કરી રહ્યા છે. મહિલાનો આરોપ છે કે તેમની સાથે રિલેશનમાં રહેતા તે ત્રણ વખત ગર્ભવતી બની અને દર વખત મણિકનંદનને તેની મરજી વગર અબોશન કરાવી દીધુ. તેણે આરોપ લગાવ્યો કે મણિકનંદન લગ્ન બાદ બાળક રાખવાની વાત કરતા હતા.
Former AIADMK minister M Manikandan booked under various IPC sections including for rape, based on a complaint from a female actor in Chennai: Adyar Women Police Station
આપત્તિજનક તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની ધમકી આપી
એક્ટ્રેસે ફરિયાદ દાખલ કરતા જણાવ્યું કે મણિકનંદન તેના પર દેશ છેડવાનું દબાણ કરી રહ્યા હતા અને આમ ન કરવા પર સોશિયલ મીડિયા પર તેની આપત્તિજનક તસ્વીરો શેર કરવાની ધમકી આપી રહ્યા હતા. એક્ટ્રેસે આરોપ લગાવ્યો છે કે મણિકનંદને તેના પરિવારને પણ ઘમકાવ્યો હતો. ફરિયાદ દાખલ થવા પર મણિકનંદન વિરૂદ્ધ રેપ સહિત આઈપીસીની ઘણી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમના વિરૂદ્ધ આઈપીસી કલમ-417,376,313, 323,506(I) અને 67A હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.