બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / તમન્ના ભાટિયાએ ડિલિટ કર્યાં રાધા રાણીના વેશમાં ભડકાઉ ફોટા, જુઓ કેવા હતા?

બોલીવુડ / તમન્ના ભાટિયાએ ડિલિટ કર્યાં રાધા રાણીના વેશમાં ભડકાઉ ફોટા, જુઓ કેવા હતા?

Last Updated: 04:12 PM, 5 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ રાધા રાણીના વેશમાં શેર કરેલા ફોટા ડિલિટ કરી નાખ્યાં છે.

તમન્ના ભાટિયા ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. તાજેતરમાં જ તેણે સોશિયલ મીડિયા પર ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો. હકીકતમાં તમન્નાએ એક ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તે રાધા બની હતી. જ્યારે તમન્નાએ આ ફોટોશૂટની તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી તો લોકોએ તેના પર નિશાન સાધ્યું. એકદમ ભડકાઉ કપડાં જોઈને લોકો તમન્ના ભાટિયા પર ખૂબ ગુસ્સે થયાં હતા લોકોએ તેના આ કામને રાધા રાણીને હીણી ચીતરવાના પ્રયાસ તરીકે જોયું હતું અને તેની પર પસ્તાળ પાડી હતી જે પછી હવે તેણે તસવીરો ડિલીટ કરી દીધી છે.

તમન્ના ભાટિયા ફોટોશૂટ બાદ ટ્રોલ થઈ

તમન્ના ભાટિયાએ ફેમસ ફેશન ડિઝાઈનર કરણ તૌરાનીના ફોટોશૂટ માટે તસવીરો લેવડાવી હતી. કરણ તૌરાનીના આ અભિયાનનું નામ 'લીલાઃ ધ ડિવાઈન ઈલ્યુઝન ઓફ લવ' હતું. ઝુંબેશમાં રાધા અને કૃષ્ણ વચ્ચેના પ્રેમના જુદા જુદા તબક્કા બતાવવામાં આવ્યા હતા. લોકોએ તમન્ના ભાટિયાને રાધા કહીને વખાણી. તે જ સમયે, કેટલાક લોકોએ તમન્ના ભાટિયાને તેના કપડા જોઈને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

tamannaah

તમન્નાની તસવીરો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે શું કહ્યું?

એક યુઝરે ઈન્સ્ટાગ્રામ પર ફોટોશૂટમાંથી તમન્નાની કેટલીક તસવીરો પોસ્ટ કરી અને લખ્યું - "તમારા પ્રમોશન માટે અમારી પ્રિય રાધા રાણી અને શ્રી કૃષ્ણના સૌથી પવિત્ર સંબંધનું સેક્સ્યુઅલાઈઝ કરવાનું બંધ કરો! તું મૂર્ખ! તારી હિંમત કેવી રીતે થઈ? તે જ સમયે, એક યુઝરે વિડિયો શેર કરીને તમન્ના પર નિશાન સાધ્યું અને તેના કપડાને લઈને તેને ટ્રોલ કરી.

વધુ વાંચો : 20 વર્ષની ફેમસ એક્ટ્રેસનો અશ્લિલ વીડિયો વાયરલ થતાં ઈન્ટરનેટ ક્રેશ, ધડાધડ 'વોચિંગ'

તમન્ના અને કરણ બંનેએ તસવીરો હટાવી

આ પછી તમન્ના અને કરણ તૌરાનીએ તેમના સોશિયલ મીડિયા પરથી આ તસવીરો ડિલીટ કરી દીધી છે. જો કે આ સમગ્ર વિવાદ પર તમન્નાએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tamannaah Radha Photoshoot Tamannaah Bhatia
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ