બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Politics / વિશ્વ / taliban leader mullah baradar held hostage haibatullah akhundzada dead claims new report

આંતરિક ડખો / અફઘાનિસ્તાનમાં અત્યાર સુધીનું સૌથી મોટું સંકટ, 'ભસ્માસુર' તાલિબાનોએ પોતાના જ PMની હત્યા કરી હોવાનો દાવો

Dharmishtha

Last Updated: 12:29 PM, 21 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનમાં સત્તા મેળવ્યા બાદ આંતરીક લોહીયાળ સંઘર્ષે તાલિબાનને મોટો ઝટકો આપ્યો છે.

  • તાલિબાનના સર્વેસર્વા હિબતુલ્લાહ અખુંદઝાદાનું મોત થયું
  •  ઉપ પ્રધાનમંત્રી મુલ્લાહ બરાદરને બંધક બનાવી રાખવામાં આવ્યા
  •  હક્કાની નેતા અખીલ- ઉલ રહમાન હક્કીનીએ બરાદરને મુક્કા માર્યા હતા

તાલિબાનના સર્વેસર્વા હિબતુલ્લાહ અખુંદઝાદાનું મોત થયું

બ્રિટનની એક  મેગેઝિને દાવો કર્યો છે કે ખુરશીની આ લડાઈમાં તાલિબાનના સર્વેસર્વા હિબતુલ્લાહ અખુંદઝાદાનું મોત થયું છે અને ઉપ પ્રધાનમંત્રી મુલ્લાહ બરાદરને બંધક બનાવી રાખવામાં આવ્યા છે. સત્તા માટે સંઘર્ષ તાલિબાનના જ બે જૂથોની વચ્ચે થયો હતો. મેગેઝિને એમ પણ જણાવ્યું કે હક્કાની ઘડાની સાથે આ ઝઘડામાં સૌથી વધારે નુકસાન મુલ્લાહ બરાદરને જ પહોંચાડવામાં આવ્યું છે.

 

હક્કાની નેતા અખીલ- ઉલ રહમાન હક્કીનીએ બરાદરને મુક્કા માર્યા હતા

બ્રિટનની મેગેઝિનને પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનામાં તાલિબાનના બે જૂથોની બેઠક થઈ હતી. આ દરમિયાન એક પ્રસંગ એવો પણ આવ્યો કે જ્યારે હક્કાની નેતા અખીલ- ઉલ રહમાન હક્કીની પોતાની ખુરશીમાંથી ઉઠ્યો અને તેને બરાદરને મુક્કા મારવાનું શરુ કરી દીધુ હતું. બરાદર સતત તાલિબાન સરકારની કેબિનેટમાં બિન તાલિબાનીઓ અને અલ્પ સંખ્યકોને પણ જગ્યા આપવા પર દબાણ બનાવી રહ્યા હતા જેથી દુનિયાના અન્ય દેશ તાલિબાન સરકરાને માન્યતા આપે.

 ઉપ પ્રધાનમંત્રી મુલ્લાહ બરાદરને બંધક બનાવી રાખવામાં આવ્યા

આ અથડામણ બાદ બરાદર થોડાક દિવસ સુધી ગુમ હતા. હવે ફરીથી તેઓ કંધારમાં જોવા મળ્યા છે. રિપોર્ટ મુજબ બરાદરે આદિવાસી નેતાઓની મુલાકાત કરી જેમનું સમર્થન પણ તેમને મળ્યું છે.  મેગેઝિને દાવો કર્યો છે કે એક વીડિયો સંદેશથી એવા સંકેત  મળે છે કે બરાદરને બંધક બનાવવામાં આવ્યા છે.

અખુંદઝાદાને લઈને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હજું સુધી એ નથી જાણી શકાયું કે તે ક્યાં છે. તે ઘણા સમયથી ન તો દેખાયા છે અને ન તેમને કોઈ સંદેશ જારી કરવામાં આવ્યો છે. તેવામાં એવો અંદાજો લગાવાઈ રહ્યો છે કે અખુંદઝાદાનું મોત થઈ ગયું છે. તાલિબાનમાં આની પહેલા આવો સંઘર્ષ જોવા નહોંતો મળ્યો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ