હવે 5 લાખ રૂપિયા સુધીનું આવકનું પ્રમાણપત્ર ગામના તલાટી કમ-મંત્રીને કાઢી આપવાની સત્તા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. જેના માટે અરજદારે નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે. આ સાથે જ તમામ પુરાવાઓ અરજી સાથે જોડવા પડશે.
આવકના પ્રમાણપત્ર માટે નહીં ખાવા પડે ધક્કા
તલાટી-કમ-મંત્રી રૂ. 5 લાખ સુધીનું આવકનું પ્રમાણપત્ર આપી શકશે
રાજ્ય સરકાર દ્વારા લેવાયો નિર્ણય
નોંધનીય છે કે, નિયત તમામ પુરાવાઓ રજુ કરનાર અરજદારની અરજીનો એક દિવસમાં નિકાલ કરવામાં આવશે. આ સાથે જ સ્થાનિક તલાટી-કમ-મંત્રી દ્વારા આપવામાં આવેલ આવકના પ્રમાણપત્રની માન્યતા કાઢી આપ્યાની એક વર્ષ સુધીની રહેશે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ ઠરાવ
આવકના પ્રમાણ પત્ર માટે તાલુકા કચેરીએ નહીં ખાવા પડે ધક્કા
આપને જણાવી દઇએ કે, તલાટી કમ-મંત્રી જે ગામમાં ફરજ બજાવતા હશે તે ગામના લોકોને જ આવકનું પ્રમાણપત્ર આપી શકશે. આ માટે અરજદારે નિયત ફી પણ ચુકવવાની રહેશે. સરકાર દ્વારા કરવામાં આવેલ આ નિર્ણયને પગલે ગ્રામજનોએ હવે તાલુકા કચેરીએ પ્રમાણપત્ર માટે ધક્કા ખાવા નહીં પડે.