Team VTV04:35 PM, 05 Oct 21
| Updated: 04:36 PM, 05 Oct 21
તલાટીએ મકાનના વેરાની પાવતી આપવા માટે 500 રૂપિયાની માગણી કરી હતી પરતું અંતે 305 રૂપિયા સ્વીકારવા માટે તૈયાર થયો આખરે ACBના છટકામાં ફસાઈ ગયો
પીપલોદનો તલાટી લાંચ લેતા ઝડપાયો
રાજેન્દ્ર પટેલ રૂ.305ની લાંચ લેતા ઝડપાયો
મકાન વેરાની પાવતી આપવા માગ હતી લાંચ
દેશ અને રાજ્યમાં ભ્રષ્ટચાર એટલી હદે વ્યાપી ગયો છે કે સરકારી સેવાઓ સાથે કર્મચારીઓ લાંચ લેવાના અનેકવાર કિસ્સાઓ સામે આવતા હોય છે, અને તેમના વીડિયો પણ વાયરલ થતા હોય છે ત્યારે દેવગઢ બારિયામાં એક તલાટી દ્વારા 305 રૂપિયાની લાંચ લેવાની ઘટના સામે આવી છે. પીપલોદ ગામે ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી લાંચ લેતા ઝડપાઈ જતા લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
રાજેન્દ્ર પટેલ રૂ.305ની લાંચ લેતા ઝડપાયો
આ તલાટીએ મકાનના વેરાની પાવતી આપવા માટે 500 રૂપિયાની માગણી કરી હતી પરતું અંતે 300 રૂપિયા સ્વીકારવા માટે તૈયાર થયો હતો પરતું રૂપિયા 300માં વધુ જે પણ રાજીખુશીથી આપો એમ કહીને લાંચિયા તલાટીએ વેરાની પાવતી માટે લાંચ માંગતા, સમગ્ર મામલે ACBમાં જાણ કરવામાં આવી હતી જે બાદ ACBએ છટકું ગોંઠવીને આ તલાટીનો પર્દાફાશ કર્યો હતો.
મકાન વેરાની પાવતી આપવા માગ હતી લાંચ
દેવગઢ બારિયાના પીપલોદ ગામે રાજેન્દ્ર પટેલે મકાનના વેરા માટે 500 રૂપિયાની લાંચ માંગતા અરજદારે એસીબીમાં ફોન કરીને જાણ કરી હતી, અને સમગ્ર મામલે એસીબી પોલીસ મથક ગોધરામાં ફરિયાદ નોંધાવી હતી, જે બાદ ACBએ છટકુ ગોઠવીને તલાટીને રંગેહાથે ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, ACBની આ કાર્યવાહીથી લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.