બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Extra / Technology / શોપિંગ / GTA 5ને તદ્દન ફ્રીમાં ડાઉનલોડ કરવાનો સમય કાઢી લેજો, ઓફરે દુનિયામાં વગાડ્યો ડંકો
Last Updated: 11:52 AM, 5 August 2024
મોબાઈલ ગેમના શોખીનો માટે એક ખુશ ખબર આવી છે. દુનિયાભરમાં સેંકડો લોકોને મનોરંજન પૂરું પાડતી ગેમ Grand Theft Auto V (GTA 5)ને ફ્રીમાં ડાઉનલોડ કરવાનો મોકો આવ્યો છે. જો તમે પણ આ ગેમ રમવા માંગો છો તો આ લિમિટેડ ઓફરનો ફાયદો ઉઠાવી શકો છો. દુનિયાની સૌથી લોકપ્રિય એક્શન એડવેન્ચર ગેમમાની એક GTA 5ની ફ્રી ઓફર આવતા ભારત સહિતના દેશોના ગેમર્સ એક્સાઈટેડ થઈ ગયા છે.
ADVERTISEMENT
આ ફ્રી ઓફર પાછળનું કારણ હજુ જાણવા નથી મળ્યું પરંતુ તેને એક પ્રમોશનલ ઓફર માનવામાં આવી રહી છે, જે ગેમમાં નવું અપડેટ આવવાનું હોય ત્યારે આપવામાં આવે છે. આ ગેમમાં ગેમર્સ એક અપરાધીની ભૂમિકા ભજવે છે. જેમાં તે કાર, બાઈક, ટ્રક જેવી ગાડીઓ ચોરી શકે છે. તેને દુનિયામાં ફરીને રોમાંચિત મિશનને પૂરા કરવાના હોય છે. આગામી સમયમાં GTA 6 લોન્ચ થઈ શકે છે.
વધુ વાંચો : સુપરસ્ટાર સિંગર સિઝન 3માં વિજેતા બન્યો અર્થવ-અવિર્ભવ, મળ્યું આટલું ઈનામ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, GTA 5ને ડાઉનલોડ કરવા માટે રોકસ્ટાર ગેમ્સની વેબસાઇટ પર જવાનું રહેશે.આ ઓફર GTA online ગેમર્સ માટે છે. અહીંયા તમે GTA 5ને ફ્રીમાં ડાઉનલોડ કરી કરીને તેનું ડેમો વર્જન રમી શકો છો. ડ્રિફ્ટિંગના શોખીન માટે આ ઓફર આપવામા આવે છે. જો તમે 7 ઓગસ્ટ સુધી ડ્રિફ્ટ રેસમાં ભાગ લો છો તો તમને ડબલ GTA$ અને RP ફ્રીમાં મળશે. જો તમે GTA+ના લકી મેમ્બર હોવ તો તમને 4 ગણું GTA$ અને RP ફ્રી મળશે.
આ રેસનો ફાયદો ઉઠાવવા તમારે GTA 5ની એક સારી ડ્રિફ્ટિંગ કારની જરૂર પડશે. જેમાં Benefactor Vorschlaghammer એક સારી પસંદ હોઈ શકે છે. તમે 7 ઓગસ્ટ સુધી Southern San Andreas Super Autos પ્લેટફોર્મ મારફતે મેળવી શકો છો. જો તમે GTA+ મેમ્બર હોવ તો ડ્રિફ્ટ ટ્યૂનિંગ કિટ પણ ફ્રી મળશે. પરંતુ તમારે આ ગેમ ફ્રી ડાઉનલોડ કરવાના ચક્કરમાં કોઈ ફરજી વેબસાઈટના ઝાંસામાં ન આવવું, નહીં તો તમારો પર્સનલ ડેટા ચોરી થઈ શકે છે અને મોબાઈલ પણ ખરાબ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.