બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / take steps towards further boosting business environment in country: PM Modi to CMs

મોટી બેઠક / 'દેશમાં બિઝનેસ તરફી માહોલ ઊભો કરો'- ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને PM મોદીનો આદેશ

Hiralal

Last Updated: 09:34 PM, 24 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીએ રવિવારે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને દેશમાં બિઝનેસ તરફી માહોલ ઊભો કરવાનો આદેશ આપ્યો હતો.

  • ભાજપ મુખ્યમંત્રીઓને PM મોદીનો મોટો આદેશ 
  • દેશમાં બિઝનેસ અનુકૂળ માહોલ બનાવો 
  • દેશમાં બિઝનેસને વેગ મળે તે માટે પગલાં ભરો

પ્રધાનમંત્રી મોદીએ રવિવારે સાંજે દિલ્હી મુખ્યાલયમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીની બેઠક બાદ નિવેદન બહાર પાડતા ભાજપે કહ્યું કે પીએમ મોદીએ ભાજપ શાસિત 12 રાજ્યોના સીએમ અને 8 ડેપ્યુટી સીએમ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પીએમ મોદીએ ગતિશક્તિ, હર ઘર જલ તથા બીજી સરકારી યોજનાના અમલીકરણ પર ભાર મૂક્યો હતો. 

દેશમાં બિઝનેસ તરફી વાતાવરણ બનાવો
પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું કે તેમણે તેમના રાજ્યમાં બિઝનેસ તરફી માહોલ ઊભો કરવો જોઈએ. પીએમ રાજ્યોને દેશમાં બિઝનેસને વેગ આપવા માટે પગલાં ભરવાનો પણ આદેશ આપ્યો હતો. 

12 મુખ્યમંત્રીઓ અને 8 ડેપ્યુટી સીએમ હાજર રહ્યાં 
આ બેઠકમાં ભાગ લેવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય નેતાઓ ભાજપના મુખ્યાલય પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાજપના મુખ્યમંત્રી પરિષદની બેઠકમાં ભાગ લેવા દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલય પહોંચ્યા હતા. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ તેમનું સ્વાગત કર્યું હતું. હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર, યુપીના ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક, ત્રિપુરાના સીએમ માણિક સાહા અને મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ભાજપના મુખ્યમંત્રી પરિષદની બેઠકમાં ભાગ લેવા માટે ભાજપના મુખ્યાલય પહોંચ્યા હતા.

સુશાસનના મુદ્દે મંથન
પીએમ મોદીએ બેઠકમાં રાજ્યોના મુખ્યમંત્રીઓને સુશાસનના પાઠ ભણાવ્યાં હતા. તેમણે મુખ્યમંત્રીઓને સરકારની યોજનાઓ અને નીતિને લોકોની વચ્ચે લઈ જવાની તથા વિકાસને વેગ આપવાનું જણાવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ