બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:04 PM, 14 February 2025
લાઇફમાં ગમે ત્યારે ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. આ સ્થિતિમાં અચાનક પૈસાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં માર્કેટમાં પર્સનલ લોન એક બેસ્ટ વિકલ્પ છે. જોકે, અન્ય લોનની સરખામણીમાં તે સૌથી મોંઘી હોય છે. અત્યારના સમયમાં પર્સનલ લોન ખૂબ જ સરળ બની ગઈ છે. પરંતુ એક્સપર્ટનું કહેવું છે કે પર્સનલ લોનને છેલ્લા વિકલ્પ તરીકે પસંદ કરવું જોઈએ. તેમ છતાં જો તમે પર્સનલ લોન માટે અરજી કરવા જઈ રહ્યા હોવ તો તમારે તેનાથી સંબંધિત કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. આવો તે વિશે જાણીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
એડવાન્સમાં EMI ચૂકવવી નહીં ભલે અમુક બેંકો/નાણાકીય સંસ્થાઓ કહે તો પણ. કેમ કે આવા કિસ્સાઓમાં તમારે વધુ વ્યાજ દર ચૂકવવુ પડી શકે છે. તમે નિર્ધારિત સમય (પ્રી પેમેન્ટ) પહેલાં લોનની રકમ ચૂકવી શકો છો. કેટલીક બેંકો પ્રી-પેમેન્ટ ફી વસૂલ કરે છે, પરંતુ ઘણીવાર તેની જાણકારી અગાઉથી જ આપવામાં આવે છે.
કોઈપણ લોનમાં જો રીપેમેન્ટની અવધી લાંબી હોય તો તમારે વધુ વ્યાજ ચૂકવવું પડશે. હા તેમાં EMI ઓછી હશે. પણ છેલ્લે તે તમને મોંઘુ પડશે. EMI થોડુ વધારે હોય તો પણ રીપેમેન્ટની સમયગાળો શક્ય તેટલો ટૂંકો રાખવો. જેનાથી તમારે ઓછું વ્યાજ ચૂકવવું પડશે.
તમારી લોનની EMI સમયસર ચૂકવો. સમય પર લોનની રકમ ચૂકવવામાં નિષ્ફળતાથી તમારી રકમ પર દંડ લાગશે અને તમારો ક્રેડિટ સ્કોર પર પણ ખરાબ થશે. એનાથી આગામી પર્સનલ લોન અથવા ક્રેડિટ કાર્ડ લેતી વખતે સમસ્યાઓ થઈ શકે છે.
જો તમે વ્યાજ દરોની તુલના કરવા માટે અનેક લેન્ડર્સનો સંપર્ક કરો છો તો તેની નકારાત્મક અસર થઈ શકે છે. જ્યારે તમે અનેક બેંકોમાં અરજી કરો છો ત્યારે તમને ક્રેડિટના ભૂખ્યા ગણવામાં આવશે. કારણ કે જ્યારે પણ તમે અનેક બેંકોમાં અરજી કરો છો ત્યારે તેઓ તમારી હિસ્ટરી/પ્રોફાઇલ જુએ છે. આથી 1-2 લેન્ડર્સ પાસે જ અરજી કરો.
સામાન્ય રીતે તમારી પર્સનલ લોન પર પ્રોસેસિંગ ફી સિવાય કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી પરંતુ બાદમાં નિરાશાથી બચવા માટે પર્સનલ લોન લેતા પહેલા નિયમો અને શરતોને સારી રીતે વાંચવાની સલાહ આપવામાં આવે છે.
આમ, એકવાર તમે પર્સનલ લોન માટે અરજી કરવા માટેના આ બધા સ્ટેપ્સને જાણી લો. આમ કરવાથી તમે પર્સનલ લોન લેતી વખતે આગળની કોઈપણ મુશ્કેલી અને તણાવથી બચી શકો છો. પર્સનલ લોન માટે અરજી કરતી વખતે મુશ્કેલી વગરની સર્વિસની અપેક્ષા રાખો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.