જામનગરમાં લાખોટા તળાવ પાસેથી એક બાળકીનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. અપહ્યત બાળકી પોતાના માતા-પિતા સાથે લાખોટા તળાવ પાસે રમવા માટે આવી હતી. તે સમયે બાળકીનું અપહરણ થયું છે..તો અપહરણના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં એક મહિલા બાળકીને ફોસલાવીને લઈ જતી નજરે પડી રહી છે. મહિલા પાસે અન્ય એક બાળક પણ નજરે પડી રહ્યું છે. એ બાળક કોણ છે તેની વિગત મળી શકી નથી. જોકે મહિલાએ ડાબા હાથે જે બાળકીને પકડી છે તે બાળકીનું અપહરણ થયું છે. ત્યારે માતા-પિતાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અને CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.