સિરામિક ઇન્ડસ્ટ્રીઝને લઇ હાઇકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

By : vishal 02:29 PM, 13 June 2018 | Updated : 02:29 PM, 13 June 2018
મોરબી-વાંકાનેરમાં આવેલી સિરામિક ઈન્ડસ્ટ્રીઝને લઈને હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કંપનીમાં ચલાવવામાં આવતી કોલસા આધારિત ગેસીફાયરના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે.

આ પ્રતિબંધ સાથે હાઈકોર્ટે ગુજરાત પ્રદૂષણ બોર્ડને પણ આદેશ આપ્યા છે, પર્યાવરણ જતન અને રક્ષણ માટે જરૂરી પગલા લેવા માટે GPCBને આદેશ આપવામાં આવ્યા છે. આ આદેશ સાથે ઉદ્યોગોને મંજૂરી આપવા માટે પણ GPCB યોગ્ય નિર્ણય લે તેના માટે સૂચના પણ અપાઈ છે. હાઈકોર્ટના આદેશ બાદ હવે કોલસા આધારિત ગેસીફાયરનો ઈન્ડસ્ટ્રીઝ ઉપયોગ નહી કરી શકે. જેના કારણે સિરામીક ઉદ્યોગ પર સીધી અસર પણ જોવા મળશે..  Recent Story

Popular Story