take benefits of arundhati gold scheme govt will give 10 gm gold on daughter marrige
આનંદો /
હવે દીકરીના લગ્નમાં સરકાર આપશે 10 ગ્રામ સોનું, જાણો સ્કીમ અને કઈ રીતે લેશો ફાયદો
Team VTV08:36 AM, 12 Dec 20
| Updated: 10:27 PM, 12 Dec 20
આપણા દેશમાં દીકરીઓને લગ્નમાં સોનું આપવાની પરંપરા છે. એવામાં આસામ સરકારે પોતાના રાજ્યની દીકરીઓને લગ્નમાં 10 ગ્રામ સોનું અરુંઘતિ ગોલ્ડ સ્કીમના આધારે આપવાની શરૂઆાત કરી છે. તેમાં સરકારની તરફથી દીકરીઓને ભેટ અપાશે.
આસામ સરકારની નવી યોજના
શરૂ કરી અરુંધતિ ગોલ્ડ સ્કીમ
સરકાર દીકરીને લગ્નમાં આપશે 10 ગ્રામ સોનું
જો તમે પણ તમારી દીકરીના લગ્નમાં સરકાર તરફથી આ 10 ગ્રામ સોનાનો લાભ મેળવવા ઈચ્છો છો તો તમે આ રીતે સ્કીમનો લાભ મેળવી શકો છો. સરકારે આ માટે કેટલાક નિયમો અને શરતો રાખી છે તેને તમારે જાણી લેવી જરૂરી છે.
આ સ્કીમનો લાભ લેવા માટે દીકરીની ઉંમર 18 વર્ષથી ઓછી હોવી જોઈએ.
આ સિવાય દીકરીના લગ્નનું રજિસ્ટ્રેશન થયું હોવું જરૂરી છે.
દીકરીના પરિવારની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.
આ યોજનાનો લાભ પહેલીવાર લગ્ન કરતી સમયે જ મળશે.
આ સિવાય યુવકની ઉંમર 21 વર્ષની હોય તે જરૂરી છે.
લગ્ન સ્પેશ્યિલ મેરેજ એક્ટ 1954ના આધારે રજિસ્ટર્ડ હોવા જરૂરી છે. જે દિવસે રજિસ્ટ્રેશન થશે એ દિવસે યુવતીએ સ્કીમ માટે એપ્લાય કરવાનું રહેશે.
ગરીબ પરિવારને મળશે મદદ
આ સ્કીમના આધારે ગરીબ પરિવારને મદદ મળશે. આ યોજનાનો હેતુ આર્થિક રીતે નબળા માતા પિતાને થોડી રાહત મળી રહે તે છે. સરકારની તરફથી આપવામાં આવેલું સોનું દીકરીને આર્થિક રીતે મજબૂત બનાવશે.
આ રીતે સ્કીમ માટે કરો એપ્લાય
અરુંધતિ ગોલ્ડ સ્કીમમાં સૌ પહેલાં રજિસ્ટ્રેશન કરાવો.
આ માટે તમે revenueassam.nic.in. પર જઈને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકો છો.
આ પછી તેની પ્રિંટઆઉટ કાઢો.
ઓનલાઈનની સાથે સાથે આ પ્રિટઆઉટ જમા કરાવવાની રહે છે.
ફોર્મ સબમિટ થયા બાદ દીકરીને તેની એક રસીદ મળે છે.
તમારી એપ્લીકેશન મંજૂર થઈ કે નહીં તેને વિશે તમને એસએમએસથી માહિતી મળશે.
એપ્લીકેશન મંજૂર થી તો સ્કીમના આધારે જે પણ રકમ હશે તે એપ્લીકન્ટના ખાતામાં જમા કરાશે.