ખીલી પ્રકૃતિ / 'ટકારા ધોધ' સોળે કળાએ ખીલ્યો, 30 મીટર ઊંચેથી ધોળા દૂધ જેવા પાણીનો પ્રવાહ ખુબ આહલાદક

Takara Waterfalls juna ghata narmada Gujarat

નર્મદા જિલ્લો કુદરતી સૌંદર્યથી ભરપૂર છે અને ચોમાસાની ઋતુમાં જિલ્લાની વનરાજી એકદમ ખીલી ઉઠે છે. ત્યારે નર્મદા જિલ્લાના જુના ઘાટાનો ટકારા ધોધ ચોમાસામાં એકદમ ખીલી ઉઠે છે. આ ધોધ ખુબ જૂનો અને જાણીતો છે. જૂનાઘાટાનો આ ટકારા ધોધ મુખ્ય માર્ગથી બિલકુલ 200 મીટર જેટલો જ દૂર છે. પણ ધોધનો નજારો માણવા ઉપરથી નીચે ઉતરવું પડે છે જે મુશ્કેલી ભર્યું હોય છે. એટલે પ્રવાસીઓ આવે છે ખરા પણ આ ધોધની મઝા લીધા વગર જાય છે. જ્યારે કોલેજીયન યુવકો આવે છે જેઓ નીચે ઉતારી ધોધની મઝા લે છે. આમ, વિકાસ ના અભાવે હજુ સુધી અહીં પ્રવાસીઓ પહોંચ્યા નથી. ત્યારે સરકાર આ ધોધને વિકસાવવા માટે પ્રયત્નો કરે તેવી આશા સ્થાનિકો રાખી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ