બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Politics / tajinder pal Singh bagga fresh arrest warrant issued mohali court

BIG NEWS / BJP નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાની મુશ્કેલીઓ વધી, મોહાલી કોર્ટે વધુ એક અરેસ્ટ વોરંટ જાહેર કર્યું

Pravin

Last Updated: 06:18 PM, 7 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય જનતા પાર્ટીના નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાની મુશ્કેલી ઘટવાનું નામ નથી લેતી. બગ્ગા વિરુદ્ધ મોહાલી કોર્ટે નવું અરેસ્ટ વોરંટ ઈશ્યૂ કર્યું છે.

  • ભાજપ નેતા અને પ્રવક્તા બગ્ગાની મુશ્કેલીઓ વધી
  • મોહાલી કોર્ટે વધું એક અરેસ્ટ વોરંટ ઈશ્યૂ કર્યું
  • 7 મેના દિવસે કોર્ટમાં હાજર કરવા પોલીસને અપાયા આદેશ

 

ભારતીય જનતા પાર્ટીના નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાની મુશ્કેલી ઘટવાનું નામ નથી લેતી. બગ્ગા વિરુદ્ધ મોહાલી કોર્ટે નવું અરેસ્ટ વોરંટ ઈશ્યૂ કર્યું છે. મોહાલી કોર્ટે પંજાબ પોલીસની સાઈબર ક્રાઈમ બ્રાંચમાંથી તેજિંદર પાલ સિંહ બગ્ગાને ધરપકડ કરીને કોર્ટની સામે હાજર કરવા માટે કહ્યું છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, પંજાબની મોહાલી કોર્ટે 7 મેના રોજ દિલ્હી ભાજપના પ્રવક્તા તેજિંદર પાલ સિંહ બગ્ગા વિરુદ્ધ નવું અરેસ્ટ વોરંટ ઈશ્યૂ કર્યું છે. મોહાલીની ડિસ્ટ્રિક્ટ મજિસ્ટ્રેટે ધરપકડ વોરંટ જાહેર કરતા પંજાબ પોલીસની સાઈબર ક્રાઈમ બ્રાંચે બગ્ગાને અરેસ્ટ કરીને કોર્ટમા રજૂ કરવા જણાવ્યું છે. 

મોહાલી કોર્ટમાંથી  નવું ધરપકડ વોરંટ જાહેર થયા બાદ હવે બગ્ગા પર ફરી એક વાર ધરપકડની તલવાર લટકી રહી છે. પંજાબ પોલીસની ટીમ કોઈ પણ સમયે બગ્ગાની ધરપકડ કરીને દિલ્હીથી લઈ જઈ શકે છે. 

આ બાજૂ દિલ્હીમાં ભાજપ કાર્યકર્તાઓએ કેજરીવાલના ઘર બહાર પ્રદર્શન કર્યા

દિલ્હી ભાજપના પ્રવક્તા તેજિંદર પાલ સિંહ બગ્ગાની આગેવાનીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ પર પ્રદર્શન કરી રહેલા ભાજપ કાર્યકર્તા સાથે મજિંદર સિંહ સિરસાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ પ્રદર્શનમાં દિલ્હી ભાજપના ચીફ આદેશ ગુપ્તા, ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંત અને આરપી સિંહ પણ સામેલ હતા.

કેજરીવાલના ઘર બહાર ભારે ફોર્સ તૈનાત

આ મામલાની સંવેદનશીલતાને જોતા કેજરીવાલના નિવાસ સામે ભારે માત્રામાં ફોર્સ તૈનાત કરી દેવામાં આવી હતી. આ અગાઉ ભાજપના અમુક કાર્યકર્તાઓ બેરીકૈડ પાર કરવાની કોશિશ કરી તો, પોલીસે તેમની ધરપકડ કરી હતી અને ચેતવણી પણ આપી દીધી હતી, જો કે, હવે મામલો વધારે વણસતા પોલીસે આ લોકોની ધરપકડ કરી હતી. 

દિલ્હી પોલીસે બપોરે 3 વાગ્યે અરવિંદ કેજરીવાલના ઘર બહાર પ્રદર્શન કરવાની જાણકારી મળી હતી. પ્રદર્શનને લઈને દિલ્હી પોલીસે અગાઉથી તૈયાર હતી. ભારે ફોર્સની તૈનાતી  કરી દીધી હતી. સાથે જ સ્પેશિયલ બ્રાંચ પણ એક્ટિવ થઈ ગઈ હતી. 

100થી વધારે લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા

દિલ્હી પોલીસની એન્ટી રાઈટ્સ સેલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અત્યા્ર સુધીના ઈનપુટ મુજબ 100થી વધારે લોકો પ્રોટેસ્ટમાં જોડાયા હતા. કહેવાય છે કે, મનજિંદર સિંહ સિરસા, ભાજપ નેતા આરપી સિંહ પણ આ પ્રદર્શનમાં જોડાયા હતા.

આ અગાઉ મીડિયા સાથે વાત કરતા બગ્ગાએ કહ્યું હતું કે, જેને એવું લાગતું હોય કે, પોલીસની મદદથી કંઈ પણ કરી શકાય, તો હું એમને કહેવા માગુ છું કે, ભાજપના કાર્યકર્તાઓ કોઈના ડરતા નથી. હું હરિયાણા, દિલ્હી પોલીસ અને મારુ સમર્થન કરનારા તમામ કાર્યકર્તાઓને ધન્યવાદ કરવા માગુ છું, દિલ્હી પોલીસે ફરિયાદ નોંધી લીધી છે, અને દોષિતોને સજા મળશે.

બગ્ગાની ધરપકડ મામલે પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં દાખલ કરવામા આવેલી અરજી પર સુનાવણી ટળી ગઈ છે. કોર્ટ હવે આ મામલે આગામી 10મે ના રોજ સુનાવણી કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ