બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Video: તાજમહેલમાં 2 યુવકોએ કબર પર ચડાવ્યું ગંગાજળ, Video વાયરલ થતા જ CISFએ કરી ધરપકડ

નેશનલ / Video: તાજમહેલમાં 2 યુવકોએ કબર પર ચડાવ્યું ગંગાજળ, Video વાયરલ થતા જ CISFએ કરી ધરપકડ

Last Updated: 11:39 AM, 3 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજમહેમાં 2 યુવકોએ કબર પર ગંગાજળ ચડાવ્યુ હતુ. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ત્યારે જાણો સમગ્ર ઘટનાની કોણે લીધી જવાબદારી.

શ્રાવણ માસમાં શનિવારના દિવસે 2 યુવકોએ તાજમહેલની કબર પર ગંગાજળ ચડાવ્યું હતું. પાણીની બોટલમાં તેઓ ગંગાજળ ભરીને ગયા હતા. જ્યાં મુખ્ય મકબરામાં આવેલ કબર તરફ જવાના દરવાજા પર યુવકોએ ગંગાજળ ચડાવ્યું હતું. આ દરવાજાથી ભોંયરામાં સ્થિત કબરો સુધી જવાના દાદરાઓ આવેલા છે.

તાજમહેલને શિવ મંદિર તેજોમહાલય માને છે

હિન્દુ સંગઠનો તાજમહેલને શિવ મંદિર તેજોમહાલય માને છે. આ અંગે અનેક અરજીઓ કોર્ટમાં પેન્ડિંગ છે. શ્રાવણ માં તાજમહેલની આરતી અને જલાભિષેક કરવાની માંગણી સમયાંતરે ઉઠાવવામાં આવી છે અને તેને હિંદુ મંદિર કહે છે. કેટલાક વર્ષો પહેલા સુધી, સાવનના સોમવારે, શિવસૈનિકો યમુના કિનારેથી તાજમહેલની આરતી કરતા હતા.

સોમવારે અખિલ ભારત હિન્દુ મહાસભાની મીરા રાઠોડ કુંવર સાથે તાજમહેલ પહોંચી હતી. પોલીસે તેમને આરકે ફોટો સ્ટુડિયો બેરિયરથી આગળ જવા દીધા ન હતા. શનિવારે સવારે બે યુવકો તાજમહેલ પહોંચ્યા હતા. એકના હાથમાં પાણીની બોટલ હતી અને બીજો વીડિયો બનાવી રહ્યો હતો.

ગંગાજળથી અભિષેક કર્યો

મુખ્ય સમાધિમાં કબરો ધરાવતી ચેમ્બરમાં પ્રવેશતા પહેલા, યુવાન દરવાજા પર અટકી ગયો. અહીં તેમણે બોટલમાં ભરેલા ગંગાજળથી અભિષેક કર્યો હતો. સીઆઈએસએફ જવાનોએ યુવકને આવું કરતા જોઈને અને અન્ય કોઈને વીડિયો બનાવતા જોઈને પકડી લીધો હતો. પૂછપરછ બાદ બંનેને પોલીસને હવાલે કર્યા હતા.

અખિલ ભારતીય હિંદુ મહાસભાએ જવાબદારી લીધી

અખિલ ભારતીય હિંદુ મહાસભાએ આની જવાબદારી લીધી છે. મહાસભાના વિનેશ ચૌધરી અને શ્યામ તાજમહેલમાં ગંગા જળ ચઢાવતા ઝડપાયા છે. શુક્રવારે રાત્રે બંને કનવડ સાથે મથુરા પહોંચ્યા હતા. શનિવારે તાજમહેલ પહોંચ્યા બાદ તેમણે ગંગા જળ ચઢાવ્યું હતું.

હિંદુ મહાસભાના મંડળના અધ્યક્ષ મનીષ પંડિત અને રાષ્ટ્રીય પ્રવક્તા સંજય જાટે જણાવ્યુ હતુ કે તેજોમહાલયમાં ગંગાજળ ચડાવવું હિંદૂ મહાસભાનો જન્મસિદ્ધ અધિકાર છે. આવનારા સમયમાં પણ કાવડ અને ગંગાજળનો અભિષેક કરવામાં આવશે.

વધુ વાંચો : ઉદ્યોગો કેમિકલવાળું પાણી છોડે તે નહીં ચલાવી લેવાય, ગુજરાત હાઇકોર્ટની GPCBને ટકોર

પાણીની બોટલ લઇ જવાની અનુમતિ છે

તાજમહેલમાં ખાવાનો સામાન લઇ જવા પર પ્રતિબંધ છે. પરંતુ પાણીની બોટલ લઇને જવા પર કોઈ રોક નથી. જેનો ફાયદો આ યુવકોએ ઉઠાવ્યો હતો. અને પાણીની બોટલમાં ગંગાજળ ભરીને લઇ ગયા હતા, જેનાથી કોઇને ખબર ન પડી શકે.

સંકળાયેલા મુદ્દાઓ

viral video Taj Mahal news Taj Mahal agra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ