taj employee who gave suggestion to sachin about his arm gaurd is excited to meet him
મુલાકાત /
શોધવાથી ભગવાન પણ મળી જાય, સચિનની જિંદગીમાં આ કહેવત સાચ્ચી પડી
Team VTV09:59 PM, 16 Dec 19
| Updated: 10:22 PM, 16 Dec 19
દુનિયા ના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે રવિવારે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે જણાવ્યું કે એક સમયે ચેન્નાઇ માં એક વેઈટરની સલાહથી તેની બેટિંગની મુશ્કિલ ને સરળ બનાવી દીધી. આ પછી સચિને પોતાના ફેન્સ ને અપીલ કરી હતી કે તેઓ આ વેઈટરને શોધવામાં તેની મદદ કરે.
સચિને વેઈટરની સલાહથી પોતાના એલબો ગાર્ડ ને રિડિઝાઈન કર્યો હતો.
સચિને એક વીડિયો પોસ્ટ કરીને તેને મળવાની ઈચ્છા વ્યક્ત કરી
ચેન્નઈમાં એક ટેસ્ટ મેચ દરમિયાન થઇ હતી મુલાકાત
સોમવારે આ વ્યક્તિ જેને સચિન શોધી રહ્યો હતો એ મળી ગયો છે. સચિને તેની બેટિંગ માટે મહત્વની સલાહ આપનાર વ્યક્તિ ગુરુપ્રસાદ છે, જે ચેન્નાઈના છે. તાજ હોટલે આ વેઈટરને શોધી કાઢ્યો છે અને સચિનને કહ્યું છે કે .હોટલ તમારા બંનેની મુલાકાત કરવવામાં આનંદ અનુભવશે.
સચિનના ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા તાજ હોટલ્સે રવિવારે લખ્યું અમને અમારા કર્મચારીઓ પર ગર્વ છે જેમણે અમારા તાજનેસ કલ્ચરને આત્મસાત કર્યું છે. અમે તેને શોધી લીધો છે અને તમને બંનેની મુલાકાત કરવવામાં આનંદ અનુભવશે.
સચિને પોતાના ટ્વીટર માં હતું કે છે કે હું ચેન્નાઈની તાજ કોરોમંડલમાં ટેસ્ટ કોરોમંડલમાં ટેસ્ટ શ્રેણી દરમિયાન એક સ્ટાફને મળ્યો હતો. એલ્બો ગાર્ડ થી જોડાયેલી એક મહત્વની સલાહ આપી હતી.
સચિને આ તેની સલાહથી પોતાના એલબો ગાર્ડ ને રિડિઝાઈન કર્યો હતો. હું નથી જાણતો કે આજે તે ક્યાં છે પરંતુ તેને મળવા ઈચ્છું છું. શું તમે લોકો તે વેઈટરને શોધવામાં મારી મદદ કરી શકો છો.
A chance encounter can be memorable!
I had met a staffer at Taj Coromandel, Chennai during a Test series with whom I had a discussion about my elbow guard, after which I redesigned it.
I wonder where he is now & wish to catch up with him.
સચિને એક વીડિયો અપલોડ કરીને કહ્યું હતું કે મને આજે પણ યાદ છે તે વેઈટર મારા રૂમમાં કૉફી લઇ ને આવ્યો હતો.તેણે સચિનને એલ્બો ગાર્ડ પહેરીને રમતા તેનું બેટસ્વિંગ અંગે વાત કરી હતી.સચિને વીડિયોમાં કહ્યું હતું કે તેણે મને કહ્યું હતું કે તે કેએલ્બો ગાર્ડ પહેરીને રમતા મારું બેટ સ્વિંગ બદલાઈ જાય છે. તે મારો મોટો ફેન હતો એટલે તેને મને રમતા જોયો હતો.મેં તેને કહ્યું હતું કે તું સાચી વાત કરી રહ્યો અને વિશ્વનો પ્રથમ વ્યક્તિ છે જેણે મારી આ વાતને પકડી છે. ત્યારબાદ મે તે એલબો ગાર્ડ ને રિડિઝાઈન કર્યો હતો.
તો બીજી તરફ જ્યારે સચિનના ફેન ને આ જાણકારી મળી ત્યારે તે ખુશ થઈ ગયો. તેને ઇન્વિટેશન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે,'' ફેન્સ મોટાભાગે મહાન લોકો ને મળવા માટે તૈયાર રહે છે,એક મહાન ક્રિકેટર મને મળવા માંગે છે. આ ખૂબ જ રોમચિત છે.''