બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Tabu and Vishal Bhardwaj upcoming Khufiya trailer launch At Netflix India Films Day
Megha
Last Updated: 10:20 AM, 30 August 2022
ADVERTISEMENT
Netflix તેની 25મી વર્ષગાંઠના અવસર પર ઘણી શાનદાર ફિલ્મોની જાહેરાત કરી છે. મુંબઈમાં આયોજીત 'ફિલ્મ ડે: અબ હર દિન હોગા ફિલ્મી' કાર્યક્રમમાં આ વર્ષે રિલીઝ થનારી તમામ ફિલ્મોના ટ્રેલર રિલીઝ કરી દીધા છે. તમને જણાવી દઈએ કે સિનેપ્રેમિઓ માટે આ વર્ષ ઘણું રસપ્રદ થવા જઈ રહ્યું છે.
લોન્ચ થયું ખુફિયાનું ટ્રેલર
તબ્બુ અને ડિરેક્ટર વિશાલ ભારદ્વાજની હાજરીમાં ખુફિયાનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. ટ્રેલરનું જોરથી તાળીઓના ગડગડાટથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશાલ ભારદ્વાજે કહ્યું હતું કે મૂળ આ વાર્તાનો મુખ્ય નાયક પુરુષ હતો પરંતુ હું તબ્બુ સાથે કામ કરવા માંગતો હતો તેથી મેં વાર્તા બદલી. હવે આ વાર્તાની મુખ્ય નાયક સ્ત્રી છે.
ADVERTISEMENT
A mystery has been brewing. That’s all we can tell you...for now. #Khufiya, coming soon only on Netflix! 🔍 #HarDinFilmyOnNetflix pic.twitter.com/CT3l77QOXS
— Netflix India (@NetflixIndia) August 29, 2022
મારી વિશે વિચારીને જ સ્ક્રીપ્ટ લખે છે
ટ્રેલર લોન્ચ સમયે હોસ્ટ મનીષ પોલ અને મલ્લિકા દુઆએ તબ્બુને તેની આવનારી ફિલ્મ ખુફિયા વિશે ઘણા સવાલ કર્યા હતા અને તેમાં એક સવાલનો જવાબ આપતા તબ્બુએ કહ્યું હતું કે, 'જ્યારે હું વિશાલજીની સ્ક્રિપ્ટ વાંચું છું તો મને એમ થાય છે આ કહાની મારા માટે જ લખવામાં આવી છે. મને લાગે છે આ હંમેશા આમ જ રહેશે. એ જ્યારે પણ સ્ક્રિપ્ટ લખે છે એ મારા વિશે વિચારે છે.'
ઘણા જન્મોથી તબ્બુને પ્રેમ કરું છું
જો કે આ વાતમાં વિશાલ ભારદ્વાજ પણ હામી ભરી હતી અને તેમના બંને વચ્ચેનો પ્રેમ સ્ક્રીન પર જાદુ લાવવામાં એમની મદદ કરે છેએમ પણ કહ્યું હતું. સાથે જ ત્યાં મસ્તી કરતાં એમને કહ્યું હતું કે, 'હું ઘણા જન્મોથી તબ્બુને પ્રેમ કરું છું.' એમને જણાવ્યું હતું કે, 'પાત્રો રસપ્રદ હોવા જોઈએ અને એક્ટરે પાત્રને સમજવું જોઈએ. તેને વધુમાં ઉમેર્યું હતું કે, "દરેક ફિલ્મ સાથે પરિબળો બદલાય છે. કેટલીકવાર તમે કોઈ દિગ્દર્શક અથવા કો એક્ટર સાથે કામ કરવા માંગો છો અને એક અલગ ભૂમિકા નિભાવવા માંગો છો એવી ભૂમિકા જે તમે પહેલાં ક્યારેય નથી નિભાવી. એવા સમયે મને લાગે છે કે તમારે તે કરવું જ જોઈએ. "
વિશાલ ભારદ્વાજ સાથે કામ કરવા વિશે વાત કરતાં તબ્બુએ કહ્યું કે તે ભાષા અને ઉચ્ચારણ વિશે ખૂબ જ ચોક્કસ છે. સાથે જ તેને કહ્યું હતું કે જે એક્ટર આ ફિલ્મ નિર્માતા સાથે કામ કરવા માંગે છે તેઓએ તેમની ઉર્દૂ સુધારવી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.