બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / સ્પોર્ટસ / સુરત / Table tennis star Harmeet Desai will play in the World Championship

ગૌરવ / ટેબલ ટેનિસ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત સુરતીલાલાનું સિલેક્શન, સ્ટાર ખેલાડી હરમીત દેસાઈ થયો ક્વોલિફાઇ

Malay

Last Updated: 09:42 AM, 13 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતને ગૌરવ અપાવતા મોટા સમાચાર સામે આવ્યા છે. કતારનાં દોહામાં રમાયેલી એશિયન ટેબલ ટેનિસ સિલેક્શન મેચ હરમીત દેસાઈ જીત્યો છે. હવે હરમીત દેસાઈ સાઉથ આફ્રિકા ખાતે મે મહિનામાં રમાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમવા જશે. તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમવા જનાર ગુજરાતનો પ્રથમ ખેલાડી પણ બનશે.

  • ટેબલ ટેનિસ સ્ટાર હરમીત દેસાઈ રમશે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં
  • દોહામાં રમાયેલી એશિયન ટેબલ ટેનિસ સિલેક્શન મેચમાં જીત્યો હરમીત
  • મે મહિનામાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમવા જશે સાઉથ આફ્રિકા 

સુરતનું ગૌરવ અને ટેબલ ટેનિસ સ્ટાર હરમીત દેસાઈની સિદ્ધિઓની યાદીમાં વધુ એક સફળતાનો ઉમેરો થયો છે. સાઉથ આફ્રિકામાં મે મહિનામાં યોજાનારી ટેબલ ટેનિસની વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે તેની પસંદગી થઈ છે. આ માટે હરમીતે કતારના દોહામાં રમાયેલી એશિયન ટેબલ ટેનિસ સિલેક્શન મેચ જીતીને પોતાની દાવેદારી પાક્કી કરી લીધી છે. 

હરમીતનું સિલેક્શન થતાં પરિવારમાં ખુશીનો માહોલ 
સાઉથ આફ્રિકા ખાતે મે મહિનામાં યોજાનાર ટેબલ ટેનિસ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે એશિયન ખેલાડીની સિલેક્શન પ્રક્રિયા ચાલી રહી હતી. કતારના દોહા ખાતે એશિયન ટેબલ ટેનિસ સિલેક્શન મેચ રમાઈ રહી હતી. જેમાં સુરતના હરમીત દેસાઈએ જીત હાંસલ કરી છે. હરમીત દેસાઈ હવે વર્લ્ડ ચેમ્પિયનશિપ સુધીની સફર નક્કી કરી ચૂક્યો છે. હરમીત દેસાઈ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમવા જનાર ગુજરાતનો પ્રથમ ખેલાડી બનશે. હરમીતનું સિલેક્શન થતાં પરિવારમાં ખૂબ જ ખુશી અને આનંદ છવાઈ ગયો છે. 

ખૂબ જ ગર્વ અને આનંદ થઈ રહ્યો છેઃ અર્ચનાબેન 
હરમીતની માતા અર્ચનાબેન દેસાઈએ જણાવ્યું કે, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હરમીતનું સિલેક્શન થતા ખૂબ જ ગર્વ અને આનંદ થઈ રહ્યો છે. હરમીતનું સિલેક્ટ થવું અને ત્યારબાદ સાઉથ આફ્રિકાના ડરબન રમવા જવું એ ખૂબ જ મોટી વાત છે. 

અગ્રણી દેશોમાંથી પસંદગી
એશિયામાંથી વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થવું એ મોટી વાત છે. નોંધનીય છે કે ટેબલ ટેનિસની દુનિયામાં આમ પણ એશિયન દેશોનો પરંપરાગત દબદબો રહ્યો છે. ચીન, હોંગકોંગ, મલેશિયા, જાપાન, કોરિયા, સિંગાપોરના દિગ્ગજ ખેલાડીઓને ટક્કર આપીને ક્વોલિફાય થવું એ મોટી ઉપલબ્ધિ છે.

કોણ છે હરમીત દેસાઈ?

  • હરમીત મૂળ ગુજરાતના સુરતનો વતની છે.
  • B.COM અને M.B.A(H.R)નો અભ્યાસ કર્યો છે.
  • હરમીતના પિતા રાજૂલ દેસાઈ પણ સ્પોર્ટ્સમાં રસ ધરાવે છે.  
  • પિતા રાજૂલ દેસાઈ ગુજરાત લેવલે ટેબલ ટેનિસ રમી ચૂક્યા છે. 
  • 6 વર્ષની ઉમરથી હરમીત ટેબલ ટેનિસ રમે છે.  
  • 8 વર્ષની ઉમરમાં અંડર-10નું સ્ટેટ લેવલનું ટાઈટલ મેળવ્યું.
  • 14 વર્ષ સુધી પિતા જ હરમીતના કોચ હતા.  
  • 15 વર્ષની ઉમરમાં સ્વીડનમાંથી આંતરરાષ્ટ્રીય તાલીમ લીધી.  
  • હરમીતે અનેક વખત રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, એશિયન ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસિલ કરીને ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. 
  • રોજ ફિટનેસ પર ત્રણથી ચાર કલાક કામ કરે છે.
  • ખેલજગતમાં રફાલ નડાલ હરમીતનો આદર્શ છે.  
  • બોલિવૂડમાં શાહરુખ ખાન અને રાજકારણમાં નરેન્દ્ર મોદી પસંદ છે.  
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ