તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની બબીતાજી એટલેકે અભિનેત્રી મુનમુન દત્તા સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય છે. હવે કૃષ્ણન ઐયરની પત્ની અને જેઠાલાલની ક્રશે અમુક એવી તસ્વીરો શેર કરી છે, જેની સામે આવતા જ ઈન્ટરનેટનો પારો ગરમ થઇ ગયો છે.
મુનમુન દત્તાએ હોટ તસ્વીરો કરી શેર
ઈન્ટરનેટ પર રહેલા ચાહકોના મનમાં લાગી આગ
મુનમુન દત્તાએ એક હાઈ સ્લિટ શોર્ટ ડ્રેસ પહેર્યો
હાઈ સ્લિટ શોર્ટ ડ્રેસ
મુનમુને શોર્ટ ડ્રેસમાં અમુક એવી અદાઓ બતાવી છે કે હવે દરેક પ્રશંસક જેઠાલાલની જેમ તેની પર ફિદા થઇ ગયો છે. આ તસ્વીરોમાં મુનમુન દત્તા એક હાઈ સ્લિટ શોર્ટ ડ્રેસ પહેર્યો છે. મુનમુન દત્તા ફિટનેસ આ ડ્રેસમાં વધુ સારી લાગી રહી છે. મુનમુન દત્તાની આ ડ્રેસ વન શોલ્ડર સ્ટાઈલની છે, આ ડ્રેસથી તે સોશિયલ મીડિયામાં ગ્લેમરસ લાગી રહી છે.
બબીતાજીનો આ ચમકદાર ડ્રેસ જોઈને તેના પ્રશંસકો કોમેન્ટ બોક્સમાં બોલીવુડનુ ફેમસ ગીત બદન પે સિતારે લપેટે હુએ યાદ કરી રહ્યાં છે. તેની પોસ્ટ પર હજારો યુઝર્સે કોમેન્ટ કરી છે. તેમાંથી એક વ્યક્તિએ લખ્યું, આ યુવતી હંમેશા આટલી સુંદર કેમ લાગે છે? અન્ય એક યુઝરે લખ્યું, તમારી ઘણી સુંદર તસ્વીરો ઈન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર પર છે. પરંતુ આ અંદાજ સૌથી પ્રેમાળ છે. મુનમુન દત્તા અત્યારે ખતરા ખતરામાં જોવા મળી રહી છે. તેમનો આ લુક આ શોમાં દરેક વખતે ચર્ચાનો વિષય બને છે. તે હંમેશા પોતાના લુકથી લોકોનુ દિલ જીતવામાં સફળ થાય છે.
મહત્વનું છે કે થોડા દિવસો પહેલા મુનમુન દત્તાના અફેરના સમાચાર વાયરલ થયા હતા. તેના બોયફ્રેન્ડ તરીકે શોના ટપ્પૂ એટલેકે રાજ અનડકટનુ નામ સામે આવ્યું હતુ. આ સમાચાર વાયુવેગે પ્રસર્યા બાદ અભિનેત્રી ખૂબ દુ:ખી થઇ હતી. તેમણે લાંબી પોસ્ટ લખી તેમની નારાજગી દર્શાવી હતી.