બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Taarak Mehta Ka Ooltah Chashmah: Will Kajal Pisal be the new Dayaben? Producer breaks silence

TMKOC / કોણ અફવા ફેલાવે છે? હું તો ઓળખતો પણ નથી...: દયાબેન મામલે 'તારક મહેતા'ના નિર્માતાએ તોડ્યું મૌન

Megha

Last Updated: 05:59 PM, 13 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેત્રી કાજલ પીસલ દયાબેનનું પાત્ર ભજવશે કે નહીં એ વિશે શો ના મેકર્સે પ્રતિક્રિયા આપી છે.

  • 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે
  • શું દયાબેનના રોલ માટે અભિનેત્રી કાજલ પીસલની પસંદગી થઈ ગઈ? 
  • શો ના મેકર્સે આપી પ્રતિક્રિયા

ટીવી સિરિયલોમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતો શો એટલે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આ શોમાં જોવા મળતા તમામ કલાકારો ખૂબ જ ખાસ છે. આ શોના કારણે તેની સ્ટારકાસ્ટે ઘર ઘરમાં અલગ ઓળખ મેળવી છે. જો કે લાંબા સમયથી ચાલતા આ શોમાં દયાબેનનો અભાવ બધાને દેખાઈ રહ્યો છે.  દિશા વાકાણી ઉર્ફે દયા બેન ભલે છેલ્લા 5 વર્ષથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો ભાગ ન હોય, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી તે સતત ચર્ચામાં છે. આ શોમાં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી દર્શકોના સૌથી પ્રિય પાત્રોમાંનું એક હતું, જેને ચાહકો હજુ પણ મિસ કરે છે. 

દયાબેનના રોલ માટે કાજલ પીસલ ફાઇનલ? 
એવામાં દયાબેનના રોલ માટે દરરોજ નવી નવી અભિનેત્રીના નામ મીડિયા સામે આવે છે પણ બધા નામ અફવા બનીને રહી ગયા હતા. એવામાં હાલ અભિનેત્રી કાજલ પીસલ દયાબેનનું પાત્ર નિભાવશે એવી વાત મીડિયામાં ચાલી રહી હતી. પણ મેકર્સે કે અભિનેત્રી તરફથી નિવેદન નહતું આવ્યું. હાલ શો ના મેકર્સે આ વિશે પ્રતિક્રિયા આપી  છે. 

 શો ના મેકર્સેની પ્રતિક્રિયા 
 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'  શો ના મેકર્સે આવી ખબરો પર આશ્ચર્ય જાતવ્યું હતું. એમને કાજલ પીસલની એન્ટ્રી પર કહ્યું હતું કે ખબર નહીં કોણ આવી અફવા ફેલાવે છે. એ લોકો કાજલ પીસલ નામની અભિનેત્રીને જાણતા પણ નથી અને ક્યારેય મળ્યા પણ નથી. કોણ આવી અફવા ઉડાવે છે એમને ખબર નથી. 

આ પહેલા પણ આવી ઘણી અફવા ઊડી 
અસિત મોદીએ આ વિશે વાત કરતાં કહ્યું હતું કે, 'આવી ખબરોમાં કોઈ સચ્ચાઈ નથી. મને નથી ખબર આવી અફવા કોણ ફેલાવી રહ્યું છે. આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓના નામની ચર્ચા થઈ છે પણ કોઈ અફવા પર ભરોસો ન કરો.' સાથે જ એમને એમ પણ કહ્યું હતું કે, 'હજુ પણ ઓડિશન ચાલી રહ્યા છે અને અમે કોઈને ફાઇનલ નથી કર્યા. જ્યારે કોઈ અભિનેત્રીને ફાઇનલ કરશું ત્યારે અમે ઓફિશિયલ અનાઉસમેન્ટ કરી દઇશું.' 

સંકળાયેલા મુદ્દાઓ

TMKOC Taarak Mehta Ka Ooltah Chashmah અસિત મોદી કાજલ પીસલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા TMKOC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ