ટેલિવૂડ / તારક મહેતામાં નાની અમથી વાતને લઈને તારક અને અંજલી વચ્ચે થઈ બબાલ, જાણો હવે શું થશે

Taarak Mehta Ka Ooltah Chashmah taarak fought with wife anjali for rasgulla

ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. શોને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના દરેક એપિસોડમાં એક નવો ટ્વિસ્ટ અને ટર્ન જોવા મળે છે. ત્યારે થોડાં દિવસોથી પોપટલાલના લગ્નને લઈને ખૂબ ચર્ચાઓ ચાલી હતી, ત્યારે હવે શોમાં એક રસપ્રદ ઘટના જોવા મળશે. હમેશાં ડાયટ પર રહેનારા તારક મહેતા રસગુલ્લા ખાવાની ઈચ્છા થતાં તેમની ડાયટનું રૂટીન બ્રેક કરવાના છે. આ દરમિયાન એક રસગુલ્લા માટે તારક અને અંજલી વચ્ચે જબરદસ્ત તનાતની જોવા મળશે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે, તારકને રસગુલ્લા ખાવા મળે છે કે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ