કપિલ શર્મા શો ને બતાવવામાં આવ્યો હતો ફૂહડ, હવે શૈલેશ લોઢા પહોંચ્યા તો લોકોએ કર્યાં ભયંકર ટ્રોલ
કપિલ શર્મા શો પર આ વખતે તારક મેહતા કા ઉલટા ચશ્મા ફેમ શૈલેશ લોઢા મહેમાન બનીને આવવાનાં છે. એમની સાથે સંજય ઝાલા, મુમતાજ નસીમ અને પોપ્યુલર મેરઠી પણ કપિલના મહેમાન હશે. ચેનલે આવનાર એપિસોડનો પ્રોમો બહાર પડ્યો છે જે બાદ શૈલેશને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા શૈલેશ કપિલ શર્મા શો પર નિશાનો સાધી ચુક્યા છે. તેમણે નામ લીધા વિના આ શો ને ફૂહડ બતાવ્યો હતો. સાથે જ કહ્યું હતું કે મને આમને જોઇને શરમ આવે છે. શૈલેશ મંચ પર થી બોલ્યાં હતા કે મેં ખુદને વચન આપ્યું છે કે આવો કોઈ કાર્યક્રમ નહીં કરું.
સોશ્યલ મીડિયા પર વાયરલ જુનો વીડીયો:
કપિલ શર્માના શો પર આ વખતે જાણીતા કવિઓની મહેફિલ સજવાની છે. જેમાં તારક મેહતા કા ઉલટા ચશ્મા ફેમ શૈલેશ લોઢા પણ શામેલ છે. સોની ટીવી એ શનિવાર-રવિવાર સ્પેશિયલ એપિસોડનો પ્રોમો બહાર પાડી દીધો છે. ચેનલના ઇંસ્ટા હેન્ડલ પર જ શૈલેશ લોઢાને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. જેનું કારણ એ છે કે તેઓ ઘણાં સમય પહેલા સૌની સામે આ શો ને સારું-ખરાબ કહી ચુક્યા છે. તેમનો આ વીડીઓ ઘણો વાયરલ હતો. અહિ જુઓ શૈલેશનો આ વીડીયો....
કહ્યું હતું, નહીં કરું આવાં શોઝ:
આ વીડીયોમાં શૈલેશને કહેતા સાંભળી શકાય છે, હું ખુબ જ ગંભીર વાતો કરું છું મિત્રો. આ જે કંઈ પણ કરું છું તે ઘણાં કલાકો સુધી કરી શકું છું. મેં ખુદને એક વચન આપ્યું છે કે હું ટેલીવિજન પર એવો કોઈ કાર્યક્રમ નહીં કરું જેનાં કરણે મારે મારી પુત્રીને કહેવું પડે કે બેટા આ ન જોતી. હાસ્યના નામ પર ટેલીવિજન પર એટલી ફૂહડતા આવી ગઈ છે કે હું અમુક કાર્યક્રમ જોવ તો મને શરમ આવે છે. એક એવી દાદી જે હર વ્યક્તિને ચૂમવા માંગે છે. એક ફૈબા જે લગ્ન માટે બેતાબ છે. એક પતિ જે પોતાની પત્નીને પ્રતાડિત કરે છે. હું એ કાર્યક્રમમાં કામ કરું છું જ્યાં દીકરો હર વાત પર પોતાનાં બાપના ચરણ સ્પર્શ કરે છે.
લોકો બોલ્યાં- પૈસા બધાંને બદલી નાંખે છે:
હવે કપિલના શો પર પહોંચવા પર લોકોએ શૈલેશનો જુનો વીડીયો ખોજી કાઢ્યો છે તથા તે વાયરલ છે. ચેનલના હેન્ડલ પર એક યુઝરે લખ્યું છે, શૈલેશ લોઢા ખુબ જ નિંદા કરતા હતા કપિલના શો ની, આજે એ જ શોમાં આવી ગયા. ઘણાં લોકોએ આવી કોમેન્ટ્સ કરી છે. એક બીજાએ લખ્યું છે, શૈલેશ લોઢા કેવી રીતે આવી ગયા, એ તો ખુબ જ નિંદા કરતા હતા. પૈસા સારામાં સારાને પણ બદલી નાંખે છે.