Taarak Mehta Ka Ooltah Chashmah fame Disha Vakani aka Daya Ben welcomes her second child baby boy
GOOD NEWS /
તારક મહેતા ફેમ 'દયાબેન' ફરી બની માતા, દીકરાને આપ્યો જન્મ, ભાઈ મયુર વાકાણીએ આપ્યા સમાચાર
Team VTV07:32 PM, 24 May 22
| Updated: 07:38 PM, 24 May 22
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું લોકપ્રિય પાત્ર દયાબેન એટલે કે દિશા વાકાણી બીજી વખત માતા બની છે. આ સમાચારની પુષ્ટિ તેના ભાઈ મયુર વાકાણીએ પોતે કરી છે. આ શોમાં મયુર વાકાણી સુંદરલાલની ભૂમિકા ભજવી રહ્યો છે.
દિશા વાકાણી બીજી વખત બની માતા
દિકરાને આપ્યો જન્મ
ભાઈ મયુર વાકાણીએ કરી પુષ્ટિ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનું પાત્ર ભજવીને ઘર-ઘર ફેમસ થયેલી દિશા વાકાણી ફરી એકવાર માતા બની ગઈ છે. દિશાએ પુત્રને જન્મ આપ્યો છે. આ સમાચારની પુષ્ટિ તેના ભાઈ મયુર વાકાણીએ પોતે કરી છે. મામા બનેલા મયુર વાકાણીનો ખુશીનો પાર નથી અને આ સમયે સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છે.
મયુર વાકાણીએ શું કહ્યું?
મયુર વાકાણી તારક મહેતા શોમાં સુંદરલાલના પાત્રમાં જોવા મળે છે અને આ પાત્રમાં તેને ખૂબ પસંદ પણ કરવામાં આવ્યો છે. જ્યારે તે શોમાં દયાબેનના ભાઈની ભૂમિકા ભજવી રહ્યો છે, ત્યારે તે રિયલ લાઈફમાં દિશા વાકાણીનો ભાઈ છે. હવે જ્યારે તે બીજી વખત મામા બની ગયો છે, ત્યારે તેની ખુશીનો કોઈ પાર નથી.
એક ઈન્ટરવ્યૂમાં વાતચીત દરમ્યિાન મયુર વાકાણીએ જણાવ્યું કે તે મામા બનીને કેટલો ખુશ છે. તેના કહેવા પ્રમાણે - “દિશાએ 2017માં દીકરીને જન્મ આપ્યો હતો અને હવે તે ફરી માતા બની ગઈ છે અને હું મામા. જેથી હું ખૂબ જ ખુશ છું."
શું શોમાં થશે દિશા વાકાણીની વાપસી?
થોડા સમય પહેલા જ શોના નિર્માતા અસિત મોદીએ એક ઇન્ટરવ્યુમાં પુષ્ટિ કરી હતી કે દયાબેનનું પાત્ર આ વર્ષે જ શોમાં પાછું આવશે. ત્યાં જ જ્યારે આ ભૂમિકામાં દિશા વાકાણીની હાજરી વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે સંકેત આપ્યો કે દિશા વાકાણીને રિપ્લેસ કરવામાં આવી શકે છે.
દર્શકો 5 વર્ષથી જોઈ રહ્યા છે રાહ
હવે જ્યારે દિશાના માતા બનવાના સમાચાર આવ્યા છે. ત્યારે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તે અત્યારે શોમાં પરત નહીં ફરે. આવી સ્થિતિમાં શોમાં તેનું રિપ્લેસમેન્ટ નક્કી છે. તમને જણાવી દઈએ કે 2017માં દિશા વાકાણીએ એક દીકરીને જન્મ આપ્યો હતો અને ત્યારથી તે મેટરનિટી બ્રેક પર છે. દર્શકો 5 વર્ષથી તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.