બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'ટપુ'નું ટીવી પર થશે કમબેક, હવે આ શોમાં જોવા મળી શકે છે ભવ્ય ગાંધી

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / 'ટપુ'નું ટીવી પર થશે કમબેક, હવે આ શોમાં જોવા મળી શકે છે ભવ્ય ગાંધી

Last Updated: 04:00 PM, 11 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Bhavya Gandhi Bigg Boss OTT 3: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ટપ્પૂ બિગ બોસ ઓટીટી સીઝન-3માં જોવા મળી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે બિગ બોસ ઓટીટી-3ના મેકર્સે ભવ્ય ગાંધી સાથે સંપર્ક કર્યો છે.

1/5

photoStories-logo

1. તારક મહેતાના ટપ્પૂનું ટીવી પર કમબેક?

પોપ્યુલર ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સૌથી પહેલા ટપ્પૂના પાત્રમાં ભવ્ય ગાંધી જોવા મળ્યા હતા. પરંતુ પછી અમુક વર્ષો બાદ તેમણે શોને અલવિદા કહી દીધુ હતું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ છેલ્લા 15 વર્ષોથી દેશનો પોપ્યુલર શો બનેલો છે. આ શોનું દરેક પાત્ર લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ શોમાં 9 વર્ષ કામ કર્યા બાદ ભવ્યએ શો છોડવાનો નિર્ણય કર્યો હતો. જોકે હવે ટપ્પૂ ટીવી પર કમબેક કરવા જઈ રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. બિગ બોસ ઓટીટી સીઝન-3માં જોવા મળશે ટપ્પૂ?

રિપોર્ટ્સ અનુસાર ભવ્ય બિગ બોસ ઓટીટી સીઝન-3માં જોવા મળી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે બિગ બોસ ઓટીટી-3ના મેકર્સે ભવ્ય ગાંધી સાથે સંપર્ક કર્યો છે. જેને અનિલ કપૂર હોસ્ટ કરશે. જોકે હજુ સુધી તેની પુષ્ટિ નથી થઈ કે ટપ્પૂ રિયાલિટી શોમાં ભાગ લેશે કે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. 2017માં છોડ્યો હતો શો

ભવ્ય ગાંધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પૂનું પાત્ર નિભાવતા હતા પરંતુ તેમણે 2017માં શો છોડી દીધો હતો. તેમની જગ્યા ત્યાર બાદ રાજ અનાદકટે લીધી હતી. તેમણે થોડા સમય પહેલા જ શો છોડી દીધો નિતીશ ભલૂની હવે TMKOCમાં ટપ્પૂનું પાત્ર નિભાવી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. શોમાં આ સેલેબ્સ મળી શકે છે જોવા

ભવ્ય ગાંધી ઉપરાંત તનુશ્રી દત્તા, મિથુન ચક્રવર્તીના દિકરા ઉષ્મેય ચક્રવર્તી, હેમા માલિનીની દિકરી અહાના દેઓલ અને સંજય ગત્તની દિકરી ત્રિશાલા દત્ત સાથે પણ કથિત રીતે બિગ બોસ ઓટીટી-3 માટે સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે અત્યાર સુધી કોઈ પણ જાણકારીને લઈને કોઈ ઓફિશ્યલ પુષ્ટિ નથી કરવામાં આવી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. નૂપુર સેનન પણ જોવા મળી શકે

તેના ઉપરાંત એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે નૂપુર સેનને પણ બિગ બોસ ઓટીટી-3ના મેકર્સે અપ્રોચ કરી છે. નૂપુર સેનન એક એક્ટ્રેસ અને સિંગર છે જે બોલિવુડ એક્ટ્રેસ કૃતિ સેનનની બહેન પણ છે. નૂપુરે ટાઈગર નાગેશ્વર રાવ અને નૂરાની ચેહરા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bigg Boss OTT 3 તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા Bhavya Gandhi

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ