તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ખૂબ જ પોપ્યુલર છે અને 12 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યું છે. ત્યારે તેમાં કામ કરી રહેલાં કલાકારો પણ તેમના પાત્રથી ઓળખાય છે. એવું એક પાત્ર છે સ્વીટીનું. સ્વીટીનો રોલ સુરભિ ચંદનાએ પ્લે કર્યો છે. આ રોલથી તેને ખૂબ પ્રસિદ્ધિ મળી.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ખૂબ જ પોપ્યુલર છે
2 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યું છે
આ શોના કલાકારો પણ તેમના પાત્રથી ઓળખાય છે
સુરભિ ચંદનાએ 2009માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી તેના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ સુરભિની સેલ્સ ગર્લ સ્વીટીનો રોલ આપ્યો હતો.
સુરભિએ ઘણાં વર્ષો સુધી સ્વીટીનો રોલ પ્લે કર્યો પછી તે શોથી અલગ થઈ ગઈ. ત્યારબાદ તેને અનેક ટીવી સીરિયલ્સમાં લીડ રોલ મળવા લાગ્યા. તેણે ઈશ્કબાઝ અને સંજીવની જેવી સીરિયલ્સમાં લીડ રોલ નિભાવ્યો.
હાલ સુરભિ નાગિન 5માં નાગિનના મુખ્ય રોલમાં જોવા મળી રહી છે. સુરભિ રિયલ લાઈફમાં ઘણી જ બોલ્ડ છે અને તેના બોલ્ડ ફોટોશૂટ પણ ઘણાં પોપ્યુલર છે. સુરભિ વર્ષ 2019માં એશિયાની સૌથી સેક્સી મહિલાઓમાં સામેલ કરવામાં આવી હતી. તે આ લિસ્ટમાં પાંચમા સ્થાન પર હતી.