પલટવાર / કંગના અને રંગોલી પર કટાક્ષ કરતાં તાપસીએ કહ્યું, મને સહન કરવી જ પડશે

Taapsee Pannu reacts to Kangana Ranaut Rangoli Chandels constant attacks

ઘણી અભિનેત્રીઓ સોશિયલ મીડિયા પર ટ્રોલર સામે ચૂપ રહેવાનું પસંદ કરે છે, જ્યારે તાપસી પન્નુ સારી રીતે જાણે છે કે ટ્રોલર્સને કેવી રીતે પાઠ ભણાવવો. તાજેતરમાં 'સાંડ કી આંખ' ફિલ્મમાં જોવા મળેલી તાપસી પન્નુ તેની હાજરજવાબી માટે પણ પ્રસિદ્ધ છે. સામે ભલે ગમે તે વ્યક્તિ હોય, તે પોતાની વાત એટલી જ નિર્ભયતાથી રજૂ કરે છે. થોડા દિવસ પહેલાં ટ્વિટર પર એક યુઝરે તાપસીને બોલિવૂડના ઇતિહાસની સૌથી પ્રોબ્લેમેટિક અભિનેત્રી કહી. તેનો મતલબ એ હતો કે તાપસીને હંમેશાં કોઇ ને કોઇ વસ્તુની સમસ્યા રહે છે. તાપસીએ તેને જવાબ આપતાં કહ્યું કે હું જાણું છું કે મારાં માતા-પિતા પણ મને મુસીબત સમજે છે. ‌સ્ટિરિયોટાઇપ માટે તો બહુ મોટી મુસીબત અને તમને જણાવતાં અફસોસ થઇ રહ્યો છે કે હું આગળ જતાં પણ આવી જ રહીશ. તેથી આશા રાખું છું કે તમે તમારી સહન કરવાની ક્ષમતા વધારી દો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ