હીરોઈનના હરામીવેડા /
VIDEO : તાપસીનું 'પન્નુ' ફર્યું, લાલ ડ્રેસમાં વક્ષસ્થળ પર પહેર્યો મા લક્ષ્મીનો હાર, વીડિયો જોઈને ચકરાયા લોકો
Team VTV08:28 PM, 21 Mar 23
| Updated: 08:30 PM, 21 Mar 23
બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુએ આ વખતે માતા લક્ષ્મીનો હાર ખોટી રીતે પહેરતાં લોકોને તેમાં માતાનું અપમાન લાગ્યું છે.
બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુએ હદ કરી
ગળામાં પહેર્યો માતા લક્ષ્મીનો હાર
ખુલ્લા વક્ષસ્થળની વચ્ચે આવ્યો
ફોટો શેર કરીને લોકોને લાગ્યું માતાનું અપમાન
બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુએ માતા લક્ષ્મીનો હાર ખોટી રીતે પહેરીને વિવાદમાં આવી છે. ખુદ તાપસી પન્નએ ફોટો શેર કરતાં લોકોને તેમાં માતા લક્ષ્મીના અપમાનની ભાવના લાગી છે.
તસવીર શેર કરતાં તાપસીએ લખ્યું, લાલ રંગ મને ક્યારે છોડશે
તાપસી પન્નુએ તેની કેટલીક તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઇ રહ્યા છે જે 'લેક્મે ફેશન વીક' ઇવેન્ટના છે. આ ફોટા અને વીડિયો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, "આ લાલ રંગ મને ક્યારે છોડશે. આટલે સુધી તો બધુ બરાબર હતું પરંતું ચાહકોએ જેવો તાપસીનો નેકલેસ જોયો કે તરત જ તે ટ્રોલ થવા લાગી હતી. ખરેખર, આ ફોટોમાં તાપસી માતા લક્ષ્મીના નેકલેસ સાથે રેડ ડીપ નેક ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. બોલ્ડ અને હાઈ ડીપ નેક ડ્રેસની વચ્ચે મા લક્ષ્મીનો હાર લટકતો જોઈને યુઝર્સ ભડક્યા હતા. યૂઝર્સ તાપસી પર હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવાનો આરોપ લગાવી રહ્યા છે.
લોકોએ તાપસીને કરી મૂકી ટ્રોલ
તાપસીની આ પોસ્ટ પર યૂઝરે લખ્યું કે તમને હિન્દુ ધર્મનું અપમાન કરતા શરમ આવવી જોઈએ. અન્ય એક યુઝરે કહ્યું કે, "આ શું બકવાસ છે, આવા કપડાં પહેરીને ભગવાનને રિલેશનલ જ્વેલરીમાં આમંત્રિત કરવું યોગ્ય નથી. ત્રીજા યુઝરે લખ્યું, 'આવા અશ્લીલ ડ્રેસ પર માતા લક્ષ્મીના ફોટો સાથે જ્વેલરી પહેરવી તેનું અપમાન છે.